1. Home
  2. Tag "Lokpriya Samachar"

ગુજરાત: ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ

ગાંધીનગરઃ દેશભરમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓએ ખેડૂતો અને મંડળીના સભાસદોને આર્થિક રીતે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત ઇ-સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર […]

યમુના એક્સપ્રેસ વે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રી બાદ લગભગ 1 વાગ્યાના સુમારે એક ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, […]

ડોમિનિકાએ PM મોદીને દેશના સર્વોચ્ચ એવોર્ડ “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” થી સન્માનિત કર્યાં

જ્યોર્જટાઉન: ડોમિનિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને COVID-19 રોગચાળા દરમિયાન કેરેબિયન રાષ્ટ્રને મદદ કરવામાં તેમના યોગદાન અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા માટેના તેમના સમર્પણ માટે દેશના ટોચના એવોર્ડથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાનને ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” એનાયત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ […]

ગુજરાતમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને કર મુક્ત કરાઈ

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર આવેલા થિએટરમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકરે ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સાથે આ ફિલ્મ નિહાળી હતી. ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો આધારિત બનેલી આ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ છે. ફિલ્મ નિહાળવાના પ્રસંગે અમદાવાદના […]

અમદાવાદ: હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાવાશે

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર સેન્સર મશીન લગાવશે. આ મશીન એવા વિસ્તારોમાં લગાવવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલા બજેટમાં શહેરના વિવિધ […]

સ્પામ કોલ્સ અને SMS સામે લડવા માટે ટ્રાઈની આકરી કાર્યવાહી, ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સ્પામ કોલ્સ અને એસએમએસની સતત સમસ્યા સામે લડવા માટે ઘણા પગલાં લીધાં છે. કડક પગલાંને કારણે સ્પામ કૉલ્સ વિરુદ્ધ ફરિયાદોમાં ઘટાડાનું વલણ: TRAIએ 13મી ઑગસ્ટ 2024ના રોજ નિર્દેશો જારી કર્યા હતા, જેમાં આદેશ આપ્યો હતો કે કોઈપણ એન્ટિટી નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રમોશનલ વૉઇસ કૉલ્સ કરતી હોવાનું જણાય તો તેને સખત પરિણામોનો સામનો […]

ભારતના આ રાજ્યમાં સરકારે ઈ-વાહનોને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આપી 100 ટકા છૂટ

તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી 100 ટકા મુક્તિની જાહેરાત કરી છે. આ લાભો રાજ્યના EV ખરીદદારો માટે ઉપલબ્ધ થશે જેઓ તેલંગાણામાં તેમના ઇલેક્ટ્રિક વાહનો ખરીદે છે અને નોંધણી કરાવે છે. રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે આ લાભો 31 ડિસેમ્બર, 2026 સુધીના બે વર્ષના પ્રારંભિક સમયગાળા માટે […]

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

ડાકોરના ગોમતી તળાવમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય

ગોમતીના ઘાટ પર દબાણોનો રાફડો, રજુઆતો છતાં નગરપાલિકા દ્વારા તળાવ ગાંડી વેલ દુર કરતી નથી, નગરપાલિકા કહે છે. યાત્રાળુઓ દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવે છે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવનું વિશેષ મહાત્મ્ય છે. યાત્રાળુઓ રણછોડરાયજીના દર્શન કર્યા બાદ ગોમતી ઘાટની મુલાકાત લેતા હોય છે. ત્યારે છેલ્લા મહિનાઓથી ગોમતી તળાવમાં સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવાતા ગંદકીનું […]

વિજાપુર લાડોલ રોડ પર પુરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

બે યુવાનો વિજાપુરથી જંત્રાલ ગામે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો, બીજા એક અકસ્માતમાં કારચાલકનું મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી  ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના બે બનાવો બન્યો હતો જેમાં પ્રથમ અકસ્માતનો બનાલ વિજાપુર-લાડોલ રોડ પર બન્યો હતો,  જેમાં પૂરફાટ ઝડપે કારએ બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code