1. Home
  2. Tag "Lokpriya Samachar"

ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે 7 ખાનગી હોસ્પિટલોને કરી બ્લેકલિસ્ટ

અમદાવાદની-3 અને સુરત વડોદરા રાજકોટ સહિત 4 હોસ્પિટલનો સમાવેશ, ચાર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાયા, આરોગ્ય કેમ્પો માટે પણ સરકાર એસઓપી બનાવશે અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓનો બીન જરૂરી હાર્ટ સર્જરીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત સરકારે લાલ આંખ કરીને પીએમજેવાય યોજનાઓમાં કથિત ગેરરીતિના મામલે 7 ખાનગી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ જાહેર કરી […]

ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. 3391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ

ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે 4.50 લાખ જેટલા ખેડૂતો સભાસદ, ગુજરાતમાં 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન, ગત વર્ષે 4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થયુ ગાંધીનગરઃ દેશભરમાં  તા. 14 થી 20 નવેમ્બર દરમિયાન  ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત […]

દિલ્હી-NCRમાં પ્રદુષણને પગલે સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને આપી વર્ચુઅલ કામ કરવા આપી સૂચના

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ રીતે કામ કરવાની સલાહ આપી છે. વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા દેવા જોઈએ. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ માહિતી ત્યારે આપી જ્યારે કેટલાક વરિષ્ઠ વકીલોએ તેમનો સંપર્ક કરીને તમામ કોર્ટમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડમાં કામ કરવા […]

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઃ ચૂંટણીપંચ દ્વારા એક હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ આ વખતે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોતાની પકડ વધુ મજબુત બનાવી છે. તેમજ પંચે રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ રકમ 2019ની મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી કરતાં સાત ગણી વધારે છે. આ વખતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી કુલ 858 […]

જમ્મુ-કાશ્મીરઃ ઉત્તર ભારતના શ્રમજીવીની હત્યાનો પ્રયાસ કરનાર આતંકવાદી ઝડપાયો

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગત ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના એક મજૂરને ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ સંબંધમાં કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે તેઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં એક બિન-સ્થાનિક મજૂર પર હુમલામાં સામેલ એક આતંકવાદીની ધરપકડ કરાઈ છે. તેમજ કેટલાક હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો […]

દિલ્હીમાં પ્રદુષણને ઓછુ કરવા માટે હેલિકોપ્ટની મદદથી વરસાદ કરાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500 સુધી પહોંચી ગયો છે, જેના પછી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફરી એકવાર કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ માટે […]

પાકિસ્તાની સેનાએ લશ્કર-એ-ઈસ્લામના 9 લોકોને માર્યા, અથડામણમાં 8 સુરક્ષાકર્મીઓના પણ મોત

કરાચીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં પાકિસ્તાનના સુરક્ષા જવાનોએ ઘણી વખત મોટી સફળતાઓ હાંસલ કરી છે. આ જ ક્રમમાં તાજેતરમાં ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઓપરેશનમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 8 જવાનોએ જીવ ગુમાવ્યો […]

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]

પ્રધાનમંત્રીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હીઃ હિંમત અને દેશભક્તિના સાચી પ્રતિમૂર્તિ ઝાંસીની નીડર રાણી લક્ષ્મીબાઈની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, “હિંમત અને દેશભક્તિના સાચા મૂર્ત સ્વરૂપ ઝાંસીની નિર્ભય રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતાની લડાઈમાં તેમની બહાદુરી અને પ્રયત્નો પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. પ્રતિકૂળ સમયે […]

નેપાળ-ભારત સરહદ સુરક્ષા બેઠકઃ ગુનાખોરીને અંકુશમાં લેવા વધુ અસરકારક પગલાં લેવાનો નિર્ણય લેવાયો

નેપાળ-ભારત સરહદ સુરક્ષાને લઈને બંને દેશોના અધિકારીઓ વચ્ચે ત્રણ દિવસની લાંબી ઉચ્ચ સ્તરીય બેઠક સોમવારે પૂર્ણ થઈ. ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ એસએસબી અને આર્મ્ડ ગાર્ડ ફોર્સ (એપીએફ)ના ડાયરેક્ટર જનરલની આગેવાની હેઠળની બેઠકમાં ક્રોસ બોર્ડર ગુના નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. 11 એજન્ડા પર ચર્ચા કર્યા બાદ સંયુક્ત રીતે હસ્તાક્ષર કર્યા કાઠમંડુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code