1. Home
  2. Tag "LOKSABHA ELECTION 2024"

પશુપતિ પારસે લગાવી ઈન્ડિયા ગઠબંધનમાં જવાની અટકળો પર બ્રેક, પીએમ મોદી સાથેની તસવીર કરી પોસ્ટ

નવી દિલ્હી: બિહારમાં એનડીએની સીટ શેયરિંગમાં આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસના હાથ ખાલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ બેઠક મળી ન હતી. તેના પચી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પશુપતિ પારસ હવે બાગી તેવર દેખાડી શકે છે અને તેઓ ઈન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા છે. પરતું હવે પશુપતિ પારસે સ્પષ્ટ […]

એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા

મુંબઈ: જાણીતા એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે. ગોવિંદાને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના યુબીટીના આમોલ કીર્તિકરના મુકાબલે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે ગોવિંદાએ શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. તેના પછી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો […]

AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં

ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા […]

મમતા બેનર્જી-કંગના રનૌત સામેની ટીપ્પણી ભારે પડી, દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીઓને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર નિવેદન આપનારા ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કંગના રનૌત પર વિવાદીત પોસ્ટને લઈને ઘેરાયાલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને […]

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]

ચૂંટણી પહેલા નક્સલવાદ પર મહાપ્રહાર, છત્તીસગઢ એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

બીજાપુર: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના બીજાપુરમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં જવાનોએ ગોળીબાર કરતા 6 નક્સલીઓ ઠાર થયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જીતેન્દ્રકુમાર યાદવે કરી છે. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની ટીમમાં કોબરા 210, 205 અને સીઆરપીએફ 229 બટાલિયન […]

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે […]

ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારો જાહેર કર્યા છે. શનિવાર સાંજે આવેલા લિસ્ટમાં ભાજપે 111 ઉમેદવારોની ઘોષણા કરી હતી. તે યાદીમાં એવી સીટો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી કે જેની લાંબા સમયથી ચર્ચાઓ હતી. તેના પર ભાજપ અત્યાર સુધીમાં એ 90 ટકા બેઠકો પર ઉમેદવારો ઉતારી ચુકી છે, જેમાં […]

શું વરુણ ગાંધીએ છોડી દીધું પીલીભીતનું ચૂંટણી મેદાન? ભાજપમાંથી ટિકિટ નહીં મળ્યા બાદ આગળની શું હશે રણનીતિ?

લખનૌ: ભારતીય જનતા પાર્ટીએ પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી છે. પાર્ટીએ આ વખતે વરુણ ગાંધીના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યની જ શાહજહાંપુર અને ધૌરહરા લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુકેલા જિતિન પ્રસાદ હોળીના દિવસે જ પીલીભીત પહોંચ્યા હતા. તેમણે શીખ સમુદાયના લોકો સાથે બેઠક કરી અને ભાજપના કાર્યકર્તાઓની સાથે […]

લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો હાલ પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાં હતા. હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા નેતાઓમાં હવે વધુ એક નેતાનો ઉમેરો થયો છે. લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારી પાછી લીધા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code