1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

પીએમ મોદીએ કહ્યું આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરીએકવાર મોદી સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં સમાજવાદી પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે રેલીની ભીડ અને ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે ‘સપા-કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે તૂટી ગયું છે. આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ગઈકાલે હું એક વીડિયો જોઈ રહ્યો […]

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં […]

25 મેના છઠ્ઠા્ તબક્કાના પ્રચાર માટે પીએમ મોદીની આજે યૂપીમાં તો ગૃહમંત્રી અમિત શાહની પ.બંગાળમાં રેલી

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે વધુ બે તબક્કા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર છઠ્ઠા રાઉન્ડ માટે ચાલી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હશે.બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બંગાળમાં હશે. આજે વડાપ્રધાન […]

કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ

દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે 21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો […]

છ રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આવતીકાલે મતદાન, 2019માં આ 49 પૈકી 40 સીટો NDAએ જીતી હતી 

આવતીકાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ રાયબરેલી તેમજ અમેઠી બેઠક પર પણ મતદાન યોજાશે. જ્યાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળનાં વાયનાડથી અને નહેરૂ ગાંધી પરિવારના […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવા પર બોલ્યા પ્રિયંકા, ભૂલ હતી કે નહીં તે રાજકીય દ્રષ્ટિકોણ, ભગવાન દરેક ભારતીયના હૃદયમાં છે

પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવા અંગે જવાબ આપ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમે દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો તમે કંઈપણ કહી શકો છો. ધર્મ એ રાજકીય મુદ્દો […]

જનતા જાણે છે કે અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી હતી, પરંતુ એવું નથી કર્યુ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે.. શું સુપ્રીમ કોર્ટ જીત-હારનો નિર્ણય કરશે? દિલ્હીના સીએમના એ નિવેદન કે’જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું […]

INDIA ગઠબંધન સત્તામાં આવશે તો બહારથી દરેક રીતે સપોર્ટ કરીશુ: મમતા બેનર્જી

હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દેશમાં કોની સરકાર બનશે તે તો 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે. આ પહેલા વિપક્ષી ગઠબંધને સરકાર બનાવવાની યોજનાઓ પર નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. TMC સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની સરકાર બનશે તો તે આ સરકારમાં સામેલ […]

4 જૂને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની નવી સરકાર બનશે, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો દાવો

‘જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે’ આ શબ્દો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના..તેમણે કહ્યું કે INDIA ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવશે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાનની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. . રાજધાનીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે […]

PM મોદીનો આજે મુંબઇમાં રોડ શો, સંભવિત ભીડને ધ્યાને રાખી અનેક જગ્યાએ રૂટ ડાયવર્ઝન અપાયું

લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત આજે મુંબઇમાં તેમનો રોડ શો યોજાશે.. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code