અમદાવાદમાં ખાનગી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ માટે લાગતી લાંબી લાઈનો
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ રોજબરોજ વધતા જાય છે. શનિવારે શહેરમાં 1409 કેસ નોંધાયા હતા અને 14ના મોત નિપજ્યા હતા. લોકોમાં કોરોનાનો ભય વ્યાપી ગયો હોવાથી સામાન્ય શરદી,ઉધરસ કે તાવ આવ્યો હોય તો પણ શહેરીજનો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે દોડી જાય છે. આથી ખાનગી લેબોરેટરીમાં પણ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવા લોકોની ભીડ જોવા મળી રહી છે. […]