અમદાવાદમાં ઓછું પ્રદુષણ કરતા ઔદ્યોગિક એકમોને ક્રેડિટ આપીને સન્માન કરાશે
ગાંધીનગરઃ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણના નિયંત્રણ માટેનો મહત્ત્વાકાંક્ષી એમિશન ટ્રેડિંગ સ્કીમનો પ્રોજેક્ટ આગામી બેથી ત્રણ મહિનામાં અમદાવાદમાં શરૂ કરવાની જાહેરાત વન અને પર્યાવરણ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં કરી હતી. આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ ઊંચું પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને દંડ ફટકારાય છે. આ દંડ થકી જમા થતી રકમમાંથી જે એકમો પ્રમાણિત કરતાં પણ ઓછું પ્રદુષણ કરતા હોય […]