માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને નવરાત્રી દરમિયાન મળશે મોટી ભેટ, મળશે આ વૈભવી સુવિધાઓ
શ્રીનગર: નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને મોટી ભેટ મળશે. જમ્મુના કટરા ખાતે રૂ.15.5 કરોડના ખર્ચે નિર્માણાધીન અત્યાધુનિક સ્કાયવોક ફ્લાયઓવરનું ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવી ગુફા મંદિરના ભક્તોને લોકાર્પણ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરના ત્રિકુટા પહાડોમાં માતા વૈષ્ણો દેવી ભવનનું ગર્ભગૃહ આવેલું છે અને દર વર્ષે દેશ-દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુફાના દર્શન કરે […]