વડોદરાની M S યુનિવર્સિટીએ 75 દિવસે પણ પરિણામ જાહેર ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો
વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યા ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દોડી આવ્યા હતા […]