1. Home
  2. Tag "madhya pradesh"

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં […]

નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ

ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગડકરીએ કહ્યું કે મંડલા […]

મધ્યપ્રદેશઃ ભોપાલના બે વિસ્તારના નામ બદલવામાં આવ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ફરી એકવાર વિસ્તારના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભોપાલ નગરનિગમની બેઠકમાં રાજધાનીના બે વિસ્તારના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે બાદ હલાલપુર બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી અને લાલઘાટીનું નામ મહેન્દ્ર નારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બંને પ્રસ્તાવ ભોપાલના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ રજુ કર્યો […]

મધ્યપ્રદેશમાં મેડિકલ ક્ષેત્રે વધુ એક નવી શરૂઆત, MBBSના અભ્યાસક્રમ બાદ હવે તબીબે હિન્દીમાં લખ્યા દવાના નામ

ભોપાલઃ દેશમાં પ્રથમવાર મધ્યપ્રદેશમાં એમબીબીએસનો અભ્યાસક્રમ હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ ભાષામાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં પ્રથમવાર એમબીબીએસનો અભ્યાસક્રમ કરવાની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક મેડિકલ ઓફિસરે હિન્દીમાં દવાના નામ લખવાની પહેલ શરૂ કરી છે. એટલું જ નહીં આરએક્સની જગ્યાએ તબીબે શ્રી હરિ લખીને હિન્દીમાં દવાના […]

મધ્યપ્રદેશઃ ચિત્તા બાદ હવે આફ્રિકાથી ઝીબ્રા અને જીરાફ પણ લવાશે

મધ્યપ્રદેશમાં ચિત્તા બાદ હવે ઝીબ્રા અને જિરાફ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રાણીઓની ઝલક 3 મહિના પછી જોવા મળશે. આ અંગે રાજ્યના વનમંત્રી ડો.વિજય શાહે દાવો કર્યો છે કે આફ્રિકામાંથી આવતા વર્ષે 26 જાન્યુઆરી પહેલા રાજ્યમાં ઝિબ્રા અને જિરાફનો વસવાટ થઈ જશે. જેના માટે રાજધાની ભોપાલનું વન વિહાર સૌથી યોગ્ય છે. જાણકારી અનુસાર, […]

ભોપાલઃ સરકારે સ્કૂલના સમારકામ માટે આપેલા ફંડમાંથી મઝાર બનાવાઈ, આચાર્ય સસ્પેન્ડ કરાયાં

ભોપાલઃ વિદિશા જિલ્લાના કુરવાઈમાં સીએમ રાઈઝ સ્કૂલમાં મઝાર બનાવવાના મામલે રાજ્ય સરકારે મુસ્લિમ મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યાં હતા. સરકારે સ્કૂલના સમારકામ માટેના પૈસા આપ્યા હતા. જો કે, અહી મઝાર બનાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આચાર્યનો પતિ શાળામાં રમતગમત શિક્ષક છે અને તેણે આ મઝાર બંધાવી હોવાનું જાણવા મળે છે. શાળાના નિવૃત્ત શિક્ષકે સરસ્વતી […]

મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં વસાવાયેલા ચિત્તાઓના અત્યાર સુધી 750 નામ સુચવાયા

ભોપાલઃ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વસાવામાં આવેલા આઠ ચિત્તાઓ માટે દેશભરમાંથી નામો સૂચવવામાં આવી રહ્યા છે. MyGov પ્લેટફોર્મ પર 750 થી વધુ નામો આવ્યા છે. તેમાં મિલ્ખા, ચેતક, વાયુ, સ્વસ્તિ જેવા નામ સૂચવવામાં આવ્યાં છે. આ સિવાય ચિત્તાના પુનઃસ્થાપના અભિયાન માટે પણ નામ બતાવવામાં આવી રહ્યાં છે. પુનઃસંગ્રહ અભિયાન માટે પણ નામો સામે આવી રહ્યા […]

મધ્યપ્રદેશઃ એક જ દિવસમાં બે વાઘના મૃત્યુ, એક વાઘના શિકારની આશંકા

ભોપાલઃ ભારતમાં વાઘનું ઘર ગણાતા મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બે વાઘના મોત થયાની સામે આવતા ખળભળાટ મચી ગયો છે અને પ્રાણી પ્રેમીઓમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે. કાન્હા ટાઈગર રિજર્વ નજીક આવેલા જંગલમાં દોઢ વર્ષના વાઘનું ચામડું મળી આવ્યું હતું. આ ઉપરાંત બાંધવગઢ ટાઈગર રિજર્વમાં 11 વર્ષિય વાઘણ સ્પોટીએ અંતિમ શ્વાસ લીધો હતો. વન […]

ભારતમાં વર્ષો બાદ ચિત્તાના આગમન પર PM મોદીએ કહ્યું, ‘દાયકાઓ પહેલાની જૈવ વિવિધતાની કડી જે તૂટી હતી જે આજે જોડવાની તક મળી’

દાયકાઓ બાદ ભારતમાં ચિત્તાનું આગમન પીએમ મોદીએ દેશની જનતાનું સંબોધનકર્યું કહ્યું દાયકાઓ પહેલા તુટેલી જૈવ વિવિધતાની કડીને જોડવાની તક મળી દિલ્હીઃ- આજે પીએમ મોદી પોતાનો 72 મો જન્મદિવસ મનાવી રહ્યા છએ આજના આ ખાસ દિવસે આફ્રીકાના નામીબિયા દેશમાંથી 9 ચિતાઓ  ખાસ વિમાન મારફત મંગાવીને મધ્યપ્રદેશના કુના પાર્કમાં  પીએમ મોદીની હાજરીમાં છોડવામાં આવ્યા છે ત્યારે આ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના મુલાકાતે જશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, વડાપ્રધાન કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડશે. તે પછી, લગભગ બપોરે 12 વાગ્યે તેઓ કરહાલ, શ્યોપુર ખાતે મહિલા SHG સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે SHG સંમેલનમાં ભાગ લેશે. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન દ્વારા જંગલી ચિત્તાઓનું મુક્તિએ ભારતના વન્યજીવન અને તેના નિવાસસ્થાનને પુનર્જીવિત કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code