1. Home
  2. Tag "madhya pradesh"

કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ  કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર […]

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

રાજીવ ગાંધીએ ઈન્દિરાજીની સંપત્તિ બચાવવા વિરાસત ટેક્સ રદ્દ કર્યો હતોઃ PM મોદી

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધીએ વિરાસત કાનૂન કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ […]

મધ્યપ્રદેશમાં મહિલાનું ચીરહરણ, 4 મહિલાઓએ જ ઉતાર્યા પીડિતાના તન પરથી કપડાં!

ઈન્દૌર: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં મહિલાઓની બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્દૌરના ગૌતમપુરા ગામની ચાર મહિલાઓએ એક મહિલાને ખરાબ રીતે માર માર્યો છે મારપીટ બાદ મહિલાઓએ તેના કપડાં પણ ફાડી નાખ્યા છે. કારણ માત્ર એટલું હતું કે ગત દિવસોમાં પીડિતા પોતાની સાથે આરોપી મહિલાની સાસુને મંદસૌર લઈ ગઈ હતી. તેના પછથી આરોપી લક્ષ્મી ઘણી નારાજ હતી અને […]

જાણો જવાહરલાલ નહેરુએ સિંધિયા રાજપરિવાર પર શા માટે રાજકારણમાં આવવાનું બનાવ્યું હતું દબાણ?

ભારતની સ્વતંત્રતા બાદ ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા રાજનીતિથી મહદઅંશે દૂર રહ્યા હતા. તેમણે ક્યારેય કોઈ ચૂંટણી લડી નહીં. પરંતુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેટલાક કારણોથી આ રાજપરિવારને રાજકારણમાં લાવવાનું નક્કી કર્યું હતું. તત્કાલિન કોંગ્રેસ સરકાર મહારાજા અને તેમના પત્નીના હિંદુ મહાસભા તરફના ઝુકાવથી ચિંતિત હતી. કોંગ્રેસ માટે હિંદુ મહાસભા એક પડકાર તરીકે ઉભરી રહી […]

જ્ઞાનવાપી બાદ હવે MPમાં ભોજશાળામાં ASI શુક્રવારથી શરૂ કરશે સર્વે, જાણો સદીઓ જૂનો શું છે વિવાદ?

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં શુક્રવારથી આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. સર્વે દરમિયાન મુખ્યત્વે એ વાત સામે આવી શકે છે કે અહીં ક્યાં પ્રકારના પ્રતીક ચિન્હો છે. ક્યાં પ્રકારની અહીંની વાસ્તુશૈલી છે. તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં પ્રકારની ધરોહર છે. થોડાક દિવસો પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર […]

MP પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના પુત્રના રિસોર્ટ પર દરોડો પડયો, 2 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ખુલાસો

ગ્વાલિયર: ભોપાલથી એક ટીમ સોમવારે સવારે ગ્વાલિયર પહોંચી હતી. તેનું મિશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ભોપાલથી પહોંચી ટીમમાં ગ્વાલિયર જીએસટી અધિકારીઓને પણ બોલાવાયા અને તેમને ટાસ્ક જણાવ્યા વગર પોતાની ગાડીઓમાં બેસાડીને સીધા નેશનલ હાઈવે પર આવેલા સૌથી ભવ્ય, વિશાળ અને મોટા ઈમ્પીરિયલ ગોલ્ફ રિસોર્ટ્સ પર પહોંચ્યા. ટીમના લોકો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા, કારણ કે […]

મધ્યપ્રદેશના લોકાયુક્તની જવાબદારી જસ્ટિસ સત્યેન્દ્ર સિંહને સોંપાઈ

ભોપાલઃ જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ મધ્યપ્રદેશના નવા લોકાયુક્ત હશે. સામાન્ય વહીવટ વિભાગે તેના આદેશ જારી કર્યા છે. જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ વર્તમાન લોકાયુક્ત નરેશ કુમાર ગુપ્તાના સ્થાને લોકાયુક્ત તરીકે કાર્યભાર સંભાળશે. રાજ્યપાલ મંગુભાઈ પટેલે જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહને મધ્યપ્રદેશના લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા છે. આ સંદર્ભે મોડી રાત્રે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિમણૂકના આદેશો જારી […]

MP: કોંગ્રેસ નેતા સુરેશ પચૌર અને પૂર્વ સાંસદ ગજેન્દ્ર રાજુખેડી ભાજપમાં જોડાયા

ભોપાલ: લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પચૌરી, ભૂતપૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી અને ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય ઘણા લોકો શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પચૌરી, રાજુખેડી અને અન્ય […]

લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code