કચ્છમાં માતાના મઢમાં પરંપરાગત પતરીવિધિ મહારાણી પ્રીતિદેવી કરી શકશે, કોર્ટનો ચુકાદો
ભૂજઃ કચ્છમાં માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા મંદિરમાં નવરાત્રી દરમિયાન પૂજા-અર્ચાનાનું વિશેષ મહાત્મય છે. માતાજીના મંદિરે દર નવરાત્રિએ થતી પતરીની પૂજાવિધિને લઈને ચાલતા વિવાદ પર ભુજની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આ વિધિ કરવાનો હક મહારાણી પ્રીતિદેવીને આપ્યો છે. પ્રીતિદેવી કચ્છનાં રાજવી પરિવારના જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની છે. પ્રાગમલજી ત્રીજાનું આ વર્ષે મે મહિનામાં નિધન […]