1. Home
  2. Tag "mansukh mandvia"

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે,આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર

સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું થશે આયોજન આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર આગામી 5,6 અને 7 મે ના રોજ યોજાશે આ શિબિર  અમદાવાદ:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.5, 6 અને 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું […]

ભારતઃ 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ “માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ મેલેરિયા […]

દેશમાંથી 2025 પહેલા ટીબીને નાબુદ કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ વિશ્વ ક્ષય દિવસ 2022ની ઉજવણીના કાર્યક્રમમાં, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં “સ્ટેપ અપ ટુ એન્ડ ટીબી” ઇવેન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું, SDG 2030ના વૈશ્વિક ધ્યેય કરતાં પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ઉચ્ચ બોજ ધરાવતા ચેપી રોગને દૂર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો […]

કોરોના રસીકરણ અભિયાનઃ 15થી 18 વર્ષના એક કરોડથી વધુ કિશોરોએ રસીના બંને ડોઝ લીધા

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે ભારત સહિત દુનિયાના તમામ દેશો લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 15થી 18 વર્ષના એક કરોડથી વધારે કિશોરોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. What a historic feat by […]

15થી 18 વર્ષના કિશોરોને રસીકરણઃ પ્રથમ દિવસે જ 13 લાખ તરૂણોને રસીનો ડોઝ અપાયો

દિલ્હીઃ દેશમાં કોરોના સામેની લડાઈને આજથી વધારે મજબુત કરવામાં આવી છે. દેશમાં 15થી 18 વર્ષના લગભગ 10 કરોડ બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આજથી રસીકરણનો પ્રારંભ થયો હતો. ત્યારે પ્રથમ દિવસે જ અત્યાર સુધીમાં 13 લાખથી વધારે બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જામવા મળે છે. સમગ્ર દેશમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો […]

ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા સરકાર તૈયારઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સરકાર કોવિડ-19ના પ્રકાર ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે અને આ સંદર્ભે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં કોવિડ રોગચાળા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, બેંગ્લોરમાં ઓમિક્રોનના બે દર્દીઓની પુષ્ટિ થઈ છે, […]

દિલ્હીના માર્ગો ઉપર ફરતા ઓક્સિજન ભરેલા ટેન્કરને ખાલી કરવાની કોઈ જગ્યા જ ન હતીઃ માંડવિયા

દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ઓક્સિજનની અછત અને કોરોનાના મુદ્દા પર બોલતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર ઓક્સિજન ટેન્કરો ફરતા હતા પરંતુ તેમને ખાલી કરવાની કોઈ જગ્યા નથી. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વારંવાર કહ્યું કે આમાં છુપાવવા જેવું કંઈ નથી, […]

માનસિક આરોગ્ય સાકલ્યવાદી આરોગ્યનું એક આવશ્યક ઘટકઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ “માનસિક આરોગ્ય સાકલ્યવાદી આરોગ્યનું એક આવશ્યક ઘટક છે અને તેના પરની જાગૃતિ તેની આસપાસના કલંકને દૂર કરવા માટે ઘણું આગળ વધશે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગ્રીન રિબન પહેલનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 5 થી 10 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલી માનસિક આરોગ્ય […]

બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવી જરૂરીઃ મનસુખ માંડવિયા

સંયુક્ત પરિવાર તણાવને ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કેન્દ્રીય મંત્રીએ કોરોનાકાળમાં પોતાના અનુભવનો કર્યો ઉલ્લેખ તણાવ ઓછો કરવા સાઈકલ અને યોગાનો સહારો લીધોઃ કેન્દ્રીય મંત્રી  દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ યુનિસેફનો વર્લ્ડ ચીલ્ડ્રન રિપોર્ટ જાહેર કર્યો હતો. આરોગ્ય મંત્રીએ બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવાની તરફેણ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ […]

ડ્રોન વડે નેનો યુરિયાના છંટકાવનું સફળ ક્ષેત્ર પરીક્ષણ હાથ ધરાયું

દિલ્હી : કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન દ્વારા છંટકાવનું વ્યવહારિક ક્ષેત્ર પરીક્ષણ ગુજરાતના ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. નેનો યુરિયાને વિકસાવવામાં સંકળાયેલ એક કંપની ઈફ્કો દ્વારા ડ્રોન વડે લિક્વિડ નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન હાથ ધરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code