પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો
પોરબંદર: ગુજરાતમાં છીછરા પાણીના સરોવરમાં દર વર્ષે હજારો માઈલનું અંતર ખેડીને વિદેશી પક્ષીઓ આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જિલ્લાના છીછરા પાણીના સરોવરોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડોમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ […]