શહેરમાં RT-PCR રિપોર્ટ નેગેટિવ છતાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના નવા ટ્રેન્ડે લોકોના પરેશાન કરી મુક્યા છે. આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ખતરો ટળી જતો નથી. શહેરની જુદીજુદી હોસ્પિટલોમાં હાલ એવા સંખ્યાબંધ દર્દી દાખલ છે જેમનો 24 કલાક પહેલાં આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, છતાં તેમને બીજા જ દિવસે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય. કોરોનાના નવા વાયરસથી તબીબો પણ […]