20 વર્ષ બાદ કેશોદનું એરપોર્ટ ધમધમતુ થશે, 12મી માર્ચથી મુંબઈની ફ્લાઈટ્સ ઉડાન ભરશે
જુનાગઢઃ કેશોદ શહેર વર્ષો પહેલા વિમાની સેવાથી જોડાયેલું હતું. પરંતુ કાળક્રમે વિમાની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. આખરે બે દાયકા બાદ સોરઠનું કેશોદ એરપોર્ટ આગામી 12 માર્ચથી પુનઃ ધમધમતુ થશે. સોરઠ વિસ્તારના અનેક લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે. અને અવાર-નવાર પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે કેશોદ-મુબઈ વચ્ચેની વિમાની સેવાથી સોરઠ પંથકને સારોએવો […]