શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે શૈક્ષણિક મહાસંઘ દ્વારા 9મી ડિસેમ્બરે પદયાત્રા અને મહાપંચાયત યોજાશે
અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળાઓના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે, જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ, કાયમી ભરતી સહિતની માંગને લઈને શૈક્ષણિક મહાસંઘે સરકાર સામે બાંયો ચડાવી છે. અને આગામી 9મી ડિસેમ્બરના રોજ શિક્ષકો, શાળા કર્મચારીઓની પદયાત્રા તેમજ મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. […]