1. Home
  2. Tag "Market Yard"

ગુજરાતમાં આજે લાભ પાંચમથી તમામ માર્કેટ યાર્ડ કામકાજનો શુભારંભ

દિવાળીની રજાઓ પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડસમાં ખરીફ પાકની આવકનો પ્રારંભ, રાજકોટ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો લાગી, ગોંડલ અને ડીસા યાર્ડમાં મગફળીની ધૂમ આવક અમદાવાદઃ ગુજરાતના તમામ એપીએમસી યાને માર્કેટ યાર્ડ્સમાં દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી ખરીદ-વેચાણનો શુભારંભ થયો હતો. જેમાં ખેડુતો મગફળી, કપાસ સહિત ખરીફ પાક વેચવા માટે આવ્યા હતા. રાજકોટના માર્કેટ યાર્ડમાં […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં 4000 ક્વિન્ટલની આવક, લીંબુ અને લસણના સારા ભાવથી ખેડુતોને રાહત

રાજકોટ: શહેરના માર્કેટ યાર્ડમાં ગાંમડાઓમાંથી લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવતા હોય છે. સોમવારે યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી. જેમાં કપાસના ભાવ ખેડૂતોને 1,140થી 1,477 રૂપિયા સુધીના મળ્યા હતા. […]

રાજકોટના માર્કેટ યાર્ડ ખરીફ પાકની આવકથી ઊભરાયું, સારા ભાવથી ખેડુતોમાં ખૂશી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા ચોમાસા અને સાનુકૂળ વાતાવરણને કારણે ફરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયુ છે. તમામ માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટનું માર્કેટ યાર્ડ ફરીફ પાકની આવકથી ઊભરાઈ ગયું છે.  દિવાળી સમયે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડ મગફળી, સોયાબીન, […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ, રૂપિયા 1142થી 1561ના ભાવ બોલાયા

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચોમાસાના આગમન ટાણે જ સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જો કે ચામાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે પડેલા ભારે વરસાદને લીધે કપાસ સહિતના પાકને થોડુઘણું નુકશાન પણ થયું હતુ. જિલ્લામાં આ વર્ષે 2,56,600 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ હતું. કપાસનો પાક તૈયાર થઈ જતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે […]

મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડાની 1700 બોરીની આવક, 20 કિલોના 1050થી વધુ ભાવ બોલાયા

મહેસાણા :  ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું સારૂએવું ઉત્પાદન થાય છે. ત્યારે મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાની ધૂમ આવક જોવા મળી રહી છે. આ વર્ષે મહેસાણાના પંથકમાં એરંડા, રાયડા , કપાસ પાકનું વધારે વાવેતર થયું હતું. મહેસાણા માર્કેટ યાર્ડમાં બુધવારે એરંડાના ભાવ 1,050થી 1,264 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. અને યાર્ડમાં 1,763 બોરીની આવક નોંધાઇ […]

ગોંડલ માર્કેટ યાર્ડ આજથી 8 દિવસ માટે બંધ,જાણો શું છે કારણ

યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા એક સપ્તાહ સુધી કામકાજ બંધ નવા નાણાકીય વર્ષથી રાબેતા મુજબ શરૂ થશે  રાજકોટ : નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે.ત્યારે કંપનીથી લઈને નાના એકમોના માલિકો પોતાના હિસાબી વ્યવહારો પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.સોરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાને લઈને એક સપ્તાહ સુધી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે અને 2 […]

બનાસકાંઠાના માર્કેટયાર્ડમાં રાજગરાની જંગી આવક, અમેરિકા સહિત 11 દેશમાં ભારે ડિમાન્ડ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં દર વર્ષે બટાકા,જીરૂ અને કપાસ સહિતના પાકનું બમ્પર ઉત્પાદન થાય છે. ઘઉં, ચોખા સહિતના અનાજની સાથે રાજગરાનું પણ જંગી ઉત્પાદન થાય છે. બનાસકાંઠામાં અન્ય ધાન્યની સાથે રાજગરાનું પણ બમ્પર ઉત્પાદન થાય છે. એટલું જ નહીં આ રાજગરાની ડિમાન્ડ માત્ર ભારતમાં જ નહીં અમેરિકા સહિતના 11 દેશોમાં ભારે ડિમાન્ડ છે. ડિસા માર્કેટયાર્ડમાં રાજગરાની […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, 10 કિલો બોક્સના 1700થી 2100નો ભાવ બોલાયો

ગોંડલઃ  ગુજરાતમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના ફ્રુટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર ગણાતી  કેસર કેરીનું આગમન થઈ ગયું છે.  આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન 18 થી 20 દિવસ વહેલુ થયુ છે.  બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, રોડ પર વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક જામ

ભાવનગરઃ  શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પાકની બમ્પર આવક થઈ રહી છે. જિલ્લાના ખેડુતો ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં ટ્રેકટરો અને ટેમ્પાઓ ભરીને આવી રહ્યા છે. તેના લીધે શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર યાર્ડના દરવાજે રોડની બન્ને સાઈડ પર વાહનોની કતારો જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને કારણે […]

ભાવનગરમાં ડુંગળીનું મબલત ઉત્પાદનઃ માર્કેટ યાર્ડમાં જંગી આવક

ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત ગયા વર્ષની સરખામણીએ ખુબ ઓછી રકમ મળી રહી છે ભાવ વધારો કરવાની ખેડૂતોની માંગણી અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે અને ભાવનગરની ડુંગળીની દેશના વિવિધ રાજ્યોમાં ભારે માંગ રહે છે. દરમિયાન ભાવનગરનું માર્કેટયાર્ડમાં ડુંગળીની વ્યાપક આવક થઈ રહી છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code