1. Home
  2. Tag "Market Yard"

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પીવાના પીણીથી લઈને મૂળભૂત સુવિધા પણ અપાતી નથી

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે, અને ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખેત જણસથી ઊભરાઈ રહ્યું છે. પરંતું  ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી […]

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવકઃ યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખૂશખૂશાલ

અમરેલીઃ જિલ્લામાં આ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદને લીધે ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયુ છે. જિલ્લાની બાબરા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મબલખ આવક થઈ રહી છે. બાબરામાં 21 હજાર મણ કરતા પણ વધુ મણ કપાસની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકનું વેંચાણ […]

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક સાથે કપાસની પણ થઈ આવક વધારે આવક થતા ભાવ ઓછો બોલાયો રાજકોટ :જસદણમાં આ વખતે કપાસ અને મગફળીની જોરદાર આવક જોવા મળી છે. આ વખતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી અને યોગ્ય સુવિધા મળતા સારા એવા પ્રમાણમાં પાકની આવક થઈ હતી. જાણકારી અનુસાર માર્કેટ યાર્ડમાં 15 થી 16 હજાર મણ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓના અકડ વલણને લીધે બટાટા-ડુંગળીની આવક બંધ

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં  સતત બીજા દિવસે ડુંગળી-બટેટાની આવક બંધ રહેતા બજારમાં માલની ખેંચ વર્તાઈ રહી છે અને લાંબો સમય આવક બંધ રહે તો અછતની ભીતિ સર્જાઈ તેમ છે. મૂળભૂત રીતે ટ્રાન્સપોર્ટ અને મજૂરોની લડાઈમાં લોકોનો મરો થાય તેવા સંજોગો નિર્માણ થયા છે. દરમિયાન આ મુદે આજે બપોરે બેઠક મળનાર હોવાનું જાણવા મળે છે. રાજકોટ […]

સૌરાષ્ટ્રના રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચૂંટણીનો ધમધમાટ, આગેવાનો બન્યા સક્રિય

રાજકોટઃ સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ અને માર્કેટ યાર્ડોમાં ચૂંટણીની મોસમ ખીલી છે. સૌપ્રથમ રાજકોટ અને ઉપલેટામાં ચૂંટણી જાહેર થયા પછી હવે ગોંડલ જેવા સૌરાષ્ટ્રના સૌથી મોટાં યાર્ડમાં પણ ચૂંટણીનો પરિપત્ર જાહેર થતાં હવે સહકારી આગેવાનો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના બેડી યાર્ડમાં પાંચમી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઇ છે. 10મી સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાનું […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ 20 ક્લોના રૂ.1605 મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખેડુતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પડધરી તેમજ લોધીકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તાજેતરમાં કપાસનો  મણ દીઠનો ભાવ ઓલ ટાઈમ હાઈ રેઈટ રૂ.1605એ પહોંચ્યો છે. જિનર્સ, સ્પિનર્સ અને ડેનિમ કંપનીઓની લગાતાર ખરીદીના કારણે સારી ગુણવત્તાના કપાસનો ભાવ સતત ઉપર જઈ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને ટકરાશે

રાજકોટઃ કોરોનાના કેસ ઘટતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા હવે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.આગામી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ડી.કે.સખિયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાના શાસક જૂથ સામે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું જૂથ ટકરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જો નવા કૃષિ કાયદા મુજબ ચૂંટણી […]

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મજૂરોના અભાવે વેપાર–ધંધાને ભારે ફટકો

રાજકોટઃ કોરોનાના કહેર અને મીની લોકડાઉન તેમજ રાત્રિ કરફયુને કારણે બેરોજગાર થયેલા રાજકોટ માર્કેટ યાર્ડના મારવાડી મજૂરો વતન ગયા બાદ પરત નહીં ફરતા યાર્ડમાં વેપાર–ધંધાને જબરો ફટકો પડી રહ્યો છે. મારવાડી મજૂરો લોડિંગ–અનલોડિંગનું મુખ્ય કામ કરતા હોય તેમની ગેરહાજરીમાં ખેડૂતોએ લાવેલો માલ ઉતારવામાં અને વેચાણ સોદો થયા બાદ માલ મોકલવામાં ભારે પરેશાની થઈ રહી છે. […]

કોરોનાના ભયને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે હવે બજારો સ્વયંભૂ બંધ રહેવા લાગ્યા છે. રાજ્યમાં ઊંઝા મહેસાણા, અરવલ્લી સહિત ઘણીબધી એપીએમસીએ સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. ઉપરાંત  રાજકોટ અને ગોંડલ જેવા અગ્રીમ માર્કેટ યાર્ડોએ આગામી શુક્રવારથી રવિવાર સુધી વીક એન્ડ બંધની જાહેરાત કરી હતી. પણ આજે બુધવારથી જ યાર્ડમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હિસાબી કામગીરી માટે ખરીદ-વેચાણ બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના મહામારી વચ્ચે માર્ચ એન્ડીંગને કારણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ હિસાબની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ બેડી યાર્ડ 23 માર્ચથી, ગોંડલમાં યાર્ડ 25 માર્ચથી, જસદણમાં 24 માર્ચથી, મહુવામાં 29 માર્ચથી યાર્ડ બંધ રહેશે. આ દરમિયાન જણસની ખરીદ-વેચાણ કરવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બેડી યાર્ડ આગામી તા. 23 માર્ચથી 31 માર્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code