પાલનપુરમાં બાળકોમાં ઓરી-અછબડાંનો વાવર, અંધશ્રદ્ધાને લીધે બાળકોને હોસ્પિટલ લઈ જવાતા નથી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આજકાલ બાળકોમાં ઓરી, અછબડાનો વાવર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો છેલ્લા બે માસથી 600 જેટલા બાળકો ઓરી,અછબડાના રોગચાળાના ભરડામાં સપડાયા છે. જોકે, મોટાભાગના બાળકોને પરિવારજનો ધાર્મિક માન્યતાના કારણે હોસ્પિટલ નહી પરંતુ નવ દિવસ ઘરે જ રાખી અંતિમ દિવસે માતાજીને નમાડવાની વિધી કરી રહ્યા છે. […]