અમદાવાદના નારોલમાં મેડિકલના ગોદામમાં લાગેલી ભીષણ આગ 6 કલાક બાદ કાબુમાં આવી
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં ગુજકોમાસેલ પાસે આવેલા શ્રીનાથ એસ્ટેટમાં એક મેડિકલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડની 18 ગાડીઓ સાથે 50થી વધુ જવાનોનો કાફલો દોડી ગયો હતો. અને 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મેડિકલના ગોદામમાં સોલ્વન્ટનું કેમિકલ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી. જેને કાબુમાં લેવા […]