1. Home
  2. Tag "Meeting"

વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો

નવી દિલ્હીઃ વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ફરી ભારે હોબાળો થયો હતો. હંગામા દરમિયાન કલ્યાણ બેનર્જી એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે ટેબલ પર કાચની પાણીની બોટલ ફેંકી હતી. જેમાં જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનો ચમત્કારીક બચાવ થયો હતો. જો કે, કલ્યાણ બેનર્જીને પોતાના હાથમાં ઈજા થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન […]

બનાસકાંઠા જિલ્લા વિકાસ સંકલન માટે દિશા સમિતિની બેઠક મળી

અધ્યક્ષસ્થાનેથી સાંસદ ગનીબેન ઠાકોરે કર્યા સુચનો, થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યુ છે, તમામ તાલુકામાં દિવ્યાંગ સેતુ કાર્યક્રમ યોજાશે પાલનપુરઃ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં  જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત […]

દેશમાં MPOX નો જીવલેણ સ્ટ્રેન મળતા કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ આફ્રિકામાં તબાહી મચાવનાર વાયરસ ભારતમાં પહોંચી ગયો છે. તાજેતરમાં, કેરળમાં ક્લેડ 1B MPox ચેપનો કેસ મળી આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એમપોક્સ રોગ પર નવી એડવાઈઝરી જાહેર કરી છે. હકીકતમાં, ક્લેડ 1b એમપોક્સ ચેપનો કેસ નોંધનાર ભારત ત્રીજો બિન-આફ્રિકન દેશ બન્યો […]

પ્રાકૃતિક ખેતી સફળ ખેતી પદ્ધતિ છે, વિજ્ઞાન છે, સુખનો માર્ગ છે : રાજ્યપાલ

SPNF એસોના સંયોજકોને રાજ્યપાલે કર્યુ સંબોધન, રાજ્યપાલના હસ્તે સંયોજકોનું સન્માન કરાયું, ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી સફળ ખેતી પદ્ધતિ છે, વિજ્ઞાન છે. સુખનો માર્ગ છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્યમાં પ્રવૃત્ત અને પ્રયત્નશીલ સ્વૈચ્છિક સંગઠન સસ્ટેનેબલ પ્રોગ્રેસિવ નેચરલ ફાર્મિંગ એસોસિએશનના રાજ્ય સંયોજકોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરવા તે પરોપકારનું કામ […]

વડાપ્રધાન મોદીએ અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.એસ.માં અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે “અર્થપૂર્ણ” રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો અને ભારતમાં વૃદ્ધિની સંભાવના પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા માટે આહવાન કર્યું હતું. મોદીના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસના બીજા દિવસે રવિવારે ‘લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલ’માં આ બેઠક થઈ હતી. […]

ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: પોલીસ વડા વિકાસ સહાય

ગાંધીનગરઃ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો […]

પંજાબમાં પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે, ‘આપ’ સરકારે વેટમાં કર્યો વધારો

પેટ્રોલ પર વેટમાં 61 પૈસા અને ડીઝલ પર 92 પૈસાનો વધારો હિમાચલ, રાજસ્થાન અને હરિયાણા કરતાં પંજાબમાં વેટ ઓછો હોવાનો દાવો નવી દિલ્હીઃ પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવામાં આવ્યો છે. પેટ્રોલ પર વેટમાં 61 પૈસા અને ડીઝલ પર 92 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પંજાબ કેબિનેટની બેઠક બાદ નાણાં મંત્રી હરપાલ ચીમાએ આ […]

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા

નીતિ આયોગની બેઠક હાલ ચર્ચામાં છે..કારણકે વિપક્ષમાંથી એક માત્ર મમતા બેનર્જીએ જ આ બેઠકમાં ભાગ લીધો છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની આ બેઠક ચાલી રહી છે. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે? મમતા બેનર્જીએ […]

નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ 26 સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને નેપાળના પ્રધાનમંત્રીના સંબોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code