1. Home
  2. Tag "Meeting"

પુતિન સાથે પ્રાઇવેટ મિટિંગથી લઇને ડિનર સુધી, જાણો વડાપ્રધાન મોદીનો પુરો કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે આજથી રશિયાની બે દિવસીય મુલાકાતે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો જશે. વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દ્વિપક્ષીય વાટાઘાટોના કાર્યક્રમ વિશે માહિતી આપતા, […]

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]

થપ્પડ મારવાની ઘટના બાદ કંગના રનૌતનો આ ફોટો વાયરલ થયો, તેને જોયા બાદ યુઝર્સે કહ્યું- તે કેબિનેટ મંત્રી હોવી જ જોઈએ.

કંગના રનૌત હાલમાં થપ્પડ મારવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. ચંદીગઢ એરપોર્ટ પર તેને મળેલી થપ્પડની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. કોઈ અભિનેત્રી અને સાંસદ કંગનાના સમર્થનમાં બોલ્યું છે તો કોઈ તેને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલના સમર્થનમાં આવ્યું છે. થપ્પડ કાંડની અંધાધૂંધી વચ્ચે દિલ્હી સંસદમાંથી કંગના રનૌતની કેટલીક તસવીરો સામે […]

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે […]

NDAની બેઠકમાં નીતિશ કુમાર એવું શું બોલ્યા કે નક્કી થઇ ગયું કે તેઓ ભાજપની સાથે જ રહેવાના છે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ […]

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

દુબઇમાં નોકરી કરવા માંગતા અને ત્યાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ ડિલની તૈયારી

દુબઈ જઈને નોકરી કરીને ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં મુલાકાત લેવી, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે. નવી […]

ASEAN-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ સંયુક્ત સમિતિની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ AITIGA (આસિયાન-ઈન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ)ની સમીક્ષા માટે ચોથી સંયુક્ત સમિતિની બેઠક પુત્રજયા, મલેશિયામાં યોજાઈ હતી અને તેની સહ અધ્યક્ષતા ભારતના વાણિજ્ય વિભાગના અધિક સચિવ શ્રી રાજેશ અગ્રવાલ અને રોકાણ, વેપાર અને મલેશિયાના ઉદ્યોગ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી જનરલ (વેપાર) મસ્તુરા અહમદ મુસ્તફાએ કરી. આ ચર્ચામાં ભારત અને તમામ 10 આસિયાન દેશોના  પ્રતિનિધિઓએ ભાગ […]

ભૂપેન્દ્ર ચૂડાસમાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપના નેતાઓની મીટિંગ, મતદાન પહેલા મનાવવાનો વધુ એક પ્રયાસ

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code