1. Home
  2. Tag "Metro"

પશ્ચિમ અમદાવાદમાં ગ્યાસપુરથી જીવરાજ પાર્ક સુધી મેટ્રોએ કર્યો પ્રી-ટ્રાયલ રન

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર મેટ્રો ટ્રેનદોડાવવામાં આવી છે. 6 કોચની મેટ્રોનું પ્રી-ટ્રાયલ રાત્રે ગ્યાસપુર ડેપો અને જીવરાજ પાર્ક સ્ટેશન ની વચ્ચે કરવામાં આવ્યું હતું.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રો ટ્રેન દાડાવવાનું આયોજન એટલે મેટ્રોની કામગીરી પણ પૂર્ણ કરવાની સુચના આપી દેવામાં આવી છે. અને જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પ્રી ટ્રાયલ […]

અમદાવાદમાં મેટ્રોનું 87 ટકા કામ પૂર્ણ, વિધાનસભાની ચૂંટણી પહેલા મેટ્રો દોડતી થઈ જશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રોનું કામ વર્ષ 2016થી ચાલી રહ્યુ છે.અત્યાર સુધીમાં મેટ્રોનું 86.64 ટકા કામ પૂર્ણ થયું છે. મેટ્રો માટે જમીન ઉપલબ્ધી પાછળ 81.69 કરોડ ચૂકવવામાં આવ્યા છે. મેટ્રોમાં ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ ગામનો 20.91 કિ.મી. અને વાસણાના એપીએમસીથી મોટેરા 19.12 કિ.મી.ના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે ફેઝ-2માં મોટેરાથી ગાંધીનગર સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. હવે […]

અમદાવાદમાં મેટ્રોની કામગીરીને લીધે રસ્તાઓ પર પડેલા ખાડા પાંચ દિવસમાં પુરી દેવા સુચના

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે, જેમાં મેટ્રોના કામગીરીને લીધે જે રસ્તાઓને ડાયવર્ઝન અપાયું છે. તે રસ્તાઓ પર તો ઊંડા ખાડાં પડી ગયા છે. ઉપરાંત ઘણા રસ્તા અને ફૂટપાથની હાલત બદતર થઈ છે. રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવા અને રસ્તાના ખાડા પૂરવા સમય નિશ્ચિત કર્યો […]

દિલ્હી:નજફગઢ-ઢાંસા બસ સ્ટેન્ડ વચ્ચે આજથી મેટ્રો દોડશે,પુરી અને કેજરીવાલ કરશે ઉદ્ઘાટન

નઝફગઢ- ઢાંસા બસ સ્ટેન્ડ કોરિડોર વચ્ચે આજથી મેટ્રો દોડશે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી-દિલ્હીના મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન આ વિભાગનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે દિલ્હી મેટ્રોની ગ્રે લાઇનના નજફગઢ- ઢાંસા બસ સ્ટેન્ડ વિભાગ પર પેસેન્જર સેવા શનિવાર સાંજથી શરૂ થવા જઈ રહી છે. આ લાઇન મારફતે નઝફગઢના આંતરિક વિસ્તારોમાં મેટ્રોને પ્રવેશ મળશે. કેન્દ્રીય આવાસ […]

અમદાવાદમાં મેટ્રોરેલની કામગીરીમાં તૂટતા રોડ અને ડ્રેનેજ લાઈનોને મરામત ન કરાતા અસંતોષ

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.  મેટ્રો રેલની કામગીરી દરમિયાન  રોડ રસ્તા તૂટવાની અનેક ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતી હોવા છતાં મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા આ રોડ રસ્તાના સમારકામ સમયસર ન કરવામાં આવતા શહેરીજનોને મુશ્કેલીઓ પડી રહી છે. શહેરમાં 90થી વધુ જગ્યાએ રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઈનો તૂટી ગઇ છે. સૌથી […]

અમદાવાદમાં પૂર્વ રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજથી કામા હોટેલ કટ સુધીનો રોડ મેટ્રોની કામગીરીને લીધે બંધ રહેશે

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો રેલની કામગીરી વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવા તંત્રએ કમર કસી છે. છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગાયની ગતિએ થઈ રહેલી આ કામગીરીને કારણે નાગરિકો હેરાન થઈ રહ્યાં છે. મેટ્રો રેલની કામગીરીના કારણે અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન તેમજ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. સાબરમતિ રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ પાસે આવેલા ડ્રેનેજ સ્ટેશન નજીક […]

રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ

અમદાવાદઃ શહેરની મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતના અતિ મહત્વના બે પ્રોજેકટ અમદાવાદ મેટ્રો અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યેા છે. આ બન્ને પ્રોજેકટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં […]

અમદાવાદમાં મેટ્રોની કામગીરીને લીધે જીવરાજપાર્ક ઓવરબ્રીજ ચાર દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે

અમદાવાદ : શહેરમાં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મેટ્રોની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. એટલે મેટ્રોની બાકી કામગીરીમાં ઝડપ લાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મંગળવાર રાતના 10 વાગ્યાથી લઈને 10 […]

દિલ્હીમાં લોકડાઉન – 30 મિનિટના અંતરે 50 લોકોની ક્ષમતાથી ચાલશે મેટ્રો, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લઈને બસો દોડાવાશે

દિલ્હીમાં આજથી લોકડાઉન 50 ટકા ક્ષમતા ચલશે મેટ્રો અને બસ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો જ કરી શકશે મુસાફરી દિલ્હીઃ-દિલ્હીમાં વધતા જતા  કોરોનાના કેસોને  ધ્યાનમાં લઈને લોકડાઉન લગાવવામાં આવ્યું છે,આ સમયદરમિયાન દિલ્હી મેટ્રો ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ મુસાફરીની સુવિધા આપશે. એવા લોકો મેટ્રોમાં પ્રવાસ કરી શકશે કે જેઓને લોકડાઉન વખતે આવન જાવન […]

અમદાવાદ શહેરના મુસાફરો માટે સારા સમાચાર – આજથી મેટ્રો ટ્રેન સેવાનો ફરીથી આરંભ

અમદાવાદમાં આજથી દોડશે મેટ્રો મુસાફરો માટે રાહતના સમાચાર અમદાવાદ – સમગ્ર રાજ્ય કોરોનાની ઝપેટમાં આવ્યું છે ,વધતા કેસોને લઈને અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યૂથી લઈને અનેક પાબંધિઓ લગાવવામાં આવી છે, વધતા સંક્રમણને લઈને એએનટીએસ અને બીઆરટીએસ સેવાઓ પણ બંધ કરવી પડી છે, જેને લઈને મુસાફરો અટવાયા હતા ,જો કે હવે મુસાફરો માટે એક સારા સમાચાર મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code