ખનીજચોરોનો નવો કીમિયો, સરકારી કારની પાછળ GPS લગાવી લીધું, અંતે પોલીસ ફરિયાદ
પાલનપુરઃ બનાસકાંઠામાં માથાભારે ખનીજચોરો તંત્રને પણ ગાંઠતા નથી. ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે માથાભારે ખનીજ માફિયાઓ બાતમીદારો રાખીને ખનીજ સ્વોર્ડની માહિતી મેળવી લેતા હોય છે. હવે તો ખનીજ માફિયાઓએ નવો જ કીમિયો અપનાવ્યો છે. ખાણ-ખનીજ વિભાગની સરકારી કારમાં કોઈ ખનીજ માફિયાએ જીપીએસ સિસ્ટમ લાગાવી દીધી હતી. એટલે સરકારી કારમાં અધિકારીઓ […]