1. Home
  2. Tag "ministers"

જમ્મુ-કાશ્મીરઃ ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ મંત્રીઓને વિભાગોની ફાળવણી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના મંત્રીઓના વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ અંગે આદેશ જારી કર્યો છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીને જાહેર બાંધકામ વિભાગ (PWD), ખાણકામ, શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ વિભાગ સોંપ્યો છે. જ્યારે સકીના મસૂદ ઈટૂને આરોગ્ય અને તબીબી, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ […]

મોદી સરકાર એક્શન મોડમાં, મંત્રીઓએ પોતાના વિભાગોનો હવાલો સંભાળ્યો

નવી દિલ્હીઃ  મોદી 3.0 સરકાર મંગળવારથી ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. સવારથી જ અનેક મંત્રીઓએ એક પછી એક પોતાના વિભાગોની જવાબદારી સંભાળી લીધી છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ ગઈકાલે સોમવારે ચાર્જ સંભાળીને સૌપ્રથમ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો. દરમિયાન મોડી સાંજે કેબિનેટની બેઠક મળી હતી. આ ઉપરાંત મંત્રીઓને વિભાગ ફાળવવામાં આવ્યા […]

રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંજી, સહિત આટલા લોકો થઇ શકે છે કેબિનેટ મંત્રી તરીકેના શપથ

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. અહીં અમે તમને એ નામ જણાવવા જઇ રહ્યા છે જેઓ વડાપ્રધાનની શપથવિધિ પછી મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. પીયૂષ ગોયલ (ભાજપ) જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) શાંતનુ ઠાકુર (ભાજપ) રક્ષા ખડસે (ભાજપ) રાવ […]

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

2024 ની ચૂંટણી પહેલા PM મોદી એક્શનમાં,મંત્રીઓને આપ્યો ‘મંત્ર’

દિલ્હી : કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂરા થવા સાથે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તેમના હેઠળ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન […]

કરકસરની વાત માત્ર કાગળ પર જ, ગુજરાત સરકારના મંત્રીઓ માટે 6. 84 કરોડના ખર્ચે 23 કાર ખરીદાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ માટે રૂપિયા 6.84 કરોડના ખર્ચે 23 કાર ખરીદવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં સ્કોર્પિયો કારને વિદાય આપીને નવી ફોર્ચુનર કારો ખરીદવામાં આવી હતી. જે તમામ કાર બુલેટપ્રફ હોવાનું કહેવાય છે. મોટાભાગે મુખ્યમંત્રી બહારગામ કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે સરકારી વિમાનનો ઉપયોગ કરતા હોય છે. હવે સરકારના મંત્રીઓ માટે પણ […]

દેશના વિવિધ રાજ્યોના લગભગ 200 જેટલા મંત્રીઓ ક્રિમિનલ કેસનો કરી રહ્યાં છે સામનો

નવી દિલ્હીઃ બિહારના કાનૂન મંત્રી કાર્તિકેય સિંહ ઉપર અપહરણનો આરોપ છે, તેમ છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનો ભાજપાએ આક્ષેપ કર્યો છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, જે દિવસે કાર્તિકેય સિંહને અદાલતમાં સરન્ડર કરવાનું હતું તે જ દિવસે તેમણે કાનૂન મંત્રી પદના શપથ લીધા હતા. જો કે, બિહારના આ મંત્રી ઉપર જ  […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

ભાજપ સરકારના મંત્રીઓને જાગ્યો હીંચકે હીંચકવાનો શોખ, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીએ ખાધા હીંચકાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારના બે મંત્રીઓને હીંચકે હીંચકવાનો શોખ જાગતા બન્ને મંત્રીઓ જાહેરમાં હીંચકો જોઈને હીંચકા પર બેસીને હીંચકતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સવારે મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા ત્યારે વડલાની વડવાઈઓ જોઈને તેમને હીચકવાનું મન થઈ ગયું હતું અને સવારના મુક્ત વાતાવરણમાં વડવાઈઓના ઝૂલે હીંચકવા લાગ્યા હતા. જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી […]

ભૂપેન્દ્ર પટેલની સરકારને વધુ ગતિશીલ બનાવવા પેન્ડિંગ કામો પૂર્ણ કરવાના મંત્રીઓને આદેશ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓએ પેન્ડિંગ કામો સત્વરે પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર.પાટીલે સુચના આપી હતી. ચૂંટણીને એક વર્ષ બાકી હોવાથી હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code