1. Home
  2. Tag "Minor Canal"

કડીના વાઘરોડાની સીમમાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં

મહેસાણાઃ  જિલ્લાના કડીના વાઘરોડા સીમમાં આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળતાં એરંડા અને અજમો સહિતના રવિપાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર આપવા માટે માગ કરી છે. નર્મદા માઈનોર કેનાલ જર્જરિત બની ગઈ છે. કેનાલની મરામત માટે અગાઉ પણ ખેડુતોએ રજુઆતો કરી હતી. પણ નર્મદા વિભાગના અધિકારીઓએ કોઈ ધ્યાન […]

થરાદની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતાં ખેડુતોએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા સરહદી તાલુકા થરાદના ભોરોલ ડીસ્ટ્રીબ્યુટરીમાંથી નિકળતી માયનોરના કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી ન છોડાતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. સિચાઈ વિના પાક સુકાય રહ્યો હોવાથી  આ અંગે ખેડુતોએ અવાર-નવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઇ નક્કર પરિણામ ન મળતાં ખેડૂતોએ કેનાલની પાળ પર ઊભા રહીને  ઢોલ વગાડી ‘રસિયો રૂપાળો રંગરેલીયો નહેરમાં પાણી આવતું […]

બનાસકાંઠાના થરાદના આંતરોલની માઈનોર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા

પાલનપુરઃ જિલ્લાના થરાદના આંતરોલ માઇનોર કેનાલ-1 માં  મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં જીરુ રાયડા અને એરંડા જેવા તૈયાર પાકોને નુકશાન થયુ હતું.  ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, આંતરોલ માઈનોલ કેનાલ-1ની અધૂરી સાફસફાઈ અને  કેનાલનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાને કારણે વારંવાર ગાબડાં પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદ સહિતના વિસ્તારોને હાલ રવિ સીઝનમાં કેનાલ દ્વારા […]

થરાદ- વાવ માયનોર કેનાલમાં 10 દિવસ પાણીનો વાયદો કર્યા બંધ કરી દેવાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો

પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી થરાદ-વાવની મુખ્ય અને માયનોર કેનાલોમાં છોડવામાં આવેલા પાણી શુક્રવારથી બંધ થતાં ખેડુતોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી. 10 દિવસની જાહેરાત કરવા છતાં આઠ દિવસે પાણી બંધ કરી દેવાતાં ખેડુતોમાં નારાજગી ઊભી થઈ છે. ખેડુતો કહી રહ્યા છે, કે કેનાલોમાં પાણી તો ઘણા સમયથી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું પણ ખેડુતોમાં વિરોધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code