ગુજરાતમાં ઠંડી-ગરમી મિશ્ર ઋતુનો અનુભવ, ડબલ ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યાં
અમદાવાદઃ રાજ્યભરમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારી છે, ત્યારે બેવડી ઋુતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં દરરોજ એકથી પાંચ ડિગ્રી સુધીનો વધારો ઘટાડો થતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યાં છે. બપોર દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી પરોઢે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. […]