1. Home
  2. Tag "MLA"

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી […]

મધ્યપ્રદેશમાં 11મી ડિસેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક,મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત

સોમવારે મધ્યપ્રદેશમાં સીએમના નામની થશે જાહેરાત ! ધારાસભ્ય પક્ષની બેઠક અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી સામે  ભોપાલ :મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળી છે. જો કે, એક સપ્તાહ બાદ પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી નથી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન […]

દિલ્હી: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે ED ના દરોડા

AAP ધારાસભ્યના ઘરે ED ના દરોડા અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા  આ મામલે પાડવામાં આવી રહ્યા છે દરોડા  દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ બાદ હવે EDની ટીમ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ED હાલમાં મની લોન્ડરિંગ કેસમાં તેમના ઘરે દરોડા પાડી રહી છે. EDએ દિલ્હીના એન્ટી કરપ્શન […]

પંચમહાલ જિલ્લાના ગજાપુરા ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ડુબ્યાં

ચાર બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયાં અમદાવાદઃ પંચમહાલના ગજાપુર ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. તળાવમાં નહાવા પડેલા ચાર બાળકોના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવને પગલે […]

યુપીમાં ધારાસભ્યો બેનર, પોસ્ટર અને મોબાઈલ ફોન સાથે ગૃહમાં જઈ શકશે નહીં

લખનઉ:યુપી વિધાનસભામાં નવા નિયમો હેઠળ ધારાસભ્યો ન તો મોબાઈલ ફોન લઈ જઈ શકશે કે ન તો ધ્વજ, પ્રતિક કે કોઈ વસ્તુ પ્રદર્શિત કરી શકશે. યુપી વિધાનસભાને કાર્યપ્રણાલીના નવા નિયમો અને વ્યવસાયના નિયમોના નિયમો મળવા જઈ રહ્યા છે જે માત્ર સભ્યોના આચરણ માટે કડક દિશાનિર્દેશો લાગુ કરશે નહીં પરંતુ ગૃહની કામગીરી ચલાવવાની પ્રક્રિયાને પણ સરળ બનાવશે. […]

વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષયઃ લોકસભાના અધ્યક્ષ બિરલા

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત  ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની 15મી વિધાનસભા એ યુવાશક્તિ […]

ઉત્તરપ્રદેશઃ સપાની મહિલા ધારાસભ્યએ ભાજપાને મજબુત પાર્ટી ગણાવી

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન સમાજપાદી પાર્ટીના મહિલા ધારાસભ્ય પલ્લવી પટેલને મજબુત પાર્ટી ગણાવીને તેને હરાવવા તમામ વિપક્ષી પાર્ટીઓને એક થવાની વાત કરી હતી. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને માયાવતીના પણ વખાણ કર્યાં હતા. ઉત્તર પ્રદેશની સિરાથુ વિધાનસભા […]

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BJP ગુજરાત ફોર્મ્યુલા અનુસરશે, ધારાસભ્યોમાં નોરિપીટ થીયરીનો ભય

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આવતા વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે શું ભાજપ ગુજરાત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને રાજ્યમાં પોતાની જીત સુનિશ્ચિત કરશે. આ ફોર્મ્યુલા દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને ભલે રોમાંચિત કર્યા […]

ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે, મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ સરકાર બનાવવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મલશે. જેમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો 156 જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વિજય થયો છે. તેમજ તા. 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. 10મી […]

ચૂંટણી ટાણે કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યુ, હવે ભાજપમાં જોડાશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉપરાંત કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી બાજુ દર વખતની જેમ આ વખતે પણ પક્ષપલટાની મોસમ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code