1. Home
  2. Tag "monsoon"

ચોમાસામાં આ પાંચ જગ્યાની ફરવા જાઓ, તમારું હૃદય આનંદથી ઉછળી જશે

ચોમાસાની ઋતુ ફરવા માટે સૌથી સારી છે, કારણ કે વરસાદથી હરિયાળી વધુ ખીલે છે. તમે આ સિઝનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ભારતના આ પાંચ સ્થળો ચોક્કસ તમારા લિસ્ટમાં હોવા જોઈએ. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): મહાબળેશ્વર એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના લીલાછમ જંગલો અને સુંદર ખીણો માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને […]

ગાંધીનગરઃ વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચોમાસાને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાનની કરાઈ ચર્ચા

અમદાવાદઃ ચોમાસાના આગમન પૂર્વે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ હાજરી આપી ચોમાસાની સંભવિત પરિસ્થિતને પહોંચી વળવા તમામ પ્રકારના આયોજન સંદર્ભે ચર્ચા કરી હતી. હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. વરસાદના કારણે કોઈપણ […]

ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે, હવામાન નિષ્ણાંતની આગાહી

અમદાવાદઃ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેથી ખેડૂત ભાઇઓએ ચિંતા કરવાન જરૂર નથી. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. સાથે પવનની ગતિ પણ વધારે રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, […]

કાળઝાળ ગરમીની સ્થિતિ અને ચોમાસાની તૈયારીઓને લઈને પીએમ મોદીએ સમીક્ષા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ તેમના નિવાસ સ્થાને દેશમાં ચાલી રહેલી ગરમીના મોજા (હીટવેવ)ની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે IMDની આગાહી મુજબ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. આ વર્ષે, ચોમાસું દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય અને સામાન્ય […]

ચોમાસાના આગમન પહેલાં મણિપુરમાં ભારે વરસાદ, 800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હીઃ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું પહોંચશે. જો કે તેની પહેલાં જ મણિપુરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મણિપુર પોલીસ, સેના, અસમ રાઈફલ, NDRF અને SDRF દ્વારા […]

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

ચાર જુન સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત […]

હીટ વેવ વચ્ચે રાહતભરી ખબર, આગામી પાંચ દિવસમાં ચોમાસું કેરળ પહોંચશે

દેશભરમાં ચાલી રહેલી ગરમીની લહેર વચ્ચે આઇએમડીએ રાહતના સમાચાર આપ્યા છે.ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ થવાની સંભાવના છે. આ પહેલા પણ આઇએમડીએ આ મામલે આગાહી કરી હતી. સામાન્ય રીતે ચોમાસુ કેરળમાં 1 જૂનના રોજ આવે છે, પરંતુ આઇએમડીનું કહેવું છે કે આ […]

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જઃ મુખ્ય સચિવ 

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક […]

ડાંગ : ગિરિમથકમાં આવેલા ગામડાઓમાં ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળ્યું

અમદાવાદઃ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કમોસમી વરસાદનાં પગલે જગતની તાત ચિંતામાં મુકાયો હતો.ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code