1. Home
  2. Tag "Morbi tragedy"

મોરબી દુર્ઘટનામાં મળેલા વળતરથી પીડિત પરિવારોમાં અસંતોષ, હાઈકોર્ટમાં વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ મોરબીમાં દિવાળીના તહેવારોમાં ઝુલતો પુલ તુટી પડવાની ઘટના રાજ્યની અદાલતમાં પહોંચી છે. પીડિતોએ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટમાં એફિડેવીટ દાખલ કર્યું હતું. રાજ્યની વડી અદાલતમાં મોરબી દુર્ઘટના અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળી બાદ ઝુલતો પુલ તુટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં […]

મોરબી દુર્ઘટના: પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી,ઓરેવા ગ્રુપના માલિકનું નામ પણ સામેલ

મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી ઓરેવા ગ્રુપના માલિકનું નામ પણ સામેલ રાજકોટ:ગુજરાતના મોરબી શહેરમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝૂલતા પુલ તૂટી પડવાના સંદર્ભમાં પોલીસે શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી હતી.આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ઝાલાએ મોરબી સેશન્સ કોર્ટમાં 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.ઝાલા આ કેસના […]

મોરબી દૂર્ઘટનાકાંડ, CBI તપાસ માટે સુપ્રીમમાં વધુ એક રિટ : વધુ વળતરની પણ માંગ

રાજકોટઃ મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં વધુ થયેલી એક રિટમાં સમગ્ર દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માગણી કરતી વધુ એક રિટ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઇ છે. મોરબીની ઘટનામાં દિવંગત થયેલા પરિવારો દ્વારા સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવા તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના અધ્યક્ષ પદ હેઠળની કમિટી મારફત તપાસ અને મૃતકોના કુટુંબીજનોને વધુ વળતરની પણ માગણી […]

મોરબી દુર્ઘટના બાદ ભુજમાં પણ જર્જરિત પુલ એક તરફથી બંધ કરાયો

અમદાવાદઃ મોરબીમાં પુલ દૂર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં આવા પુલને લઈને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યાં છે. અમદાવાદના અટલ પુલ ઉપર પણ નિર્ધારિત લોકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન ભુજમાં પણ એક જર્જરિત પુલ ઉપર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેમજ તેના પરીક્ષણ બાદ રિપોર્ટના આધારે […]

મોરબી દુર્ઘટનાકાંડ મુદ્દે સુઓમોટો દાખલ કરવા કોંગ્રેસના પ્રમુખે ગુજરાત હાઈકોર્ટને કરી વિનંતી

અમદાવાદઃ મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં જે એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવી છે. તે એસ.આઈ.ટી.માં ફક્ત સરકારને આધિન ઓફિસરને સામેલ કરાયા છે. જે પ્રમાણે ભૂતકાળની એસ.આઈ.ટી.નો ઈતિહાસ છે તે પ્રમાણે આ એસ.આઈ.ટી. સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ કરશે કે નહી તે મોટો પ્રશ્ન છે. આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદિશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને વિનંતી પત્ર […]

મોરબીની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં શોકસભા, CM, MLA ઉપસ્થિત રહ્યા

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજતા આ દુર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આજે બુધવારે શોક દિવસ મનાવવામાં આવ્યો હતો. અનેક શહેરોમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચ અને શોકસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદના ટાગોર હોલમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  AMC […]

મોરબી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, બેટ દ્વારકામાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ મામલે 25 બોટ સસ્પેન્ડ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ આવી ફરીથી અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પુલ સહિતના સ્થળોને લઈને પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બેટદ્વારકા ખાતે પ્રવાસીઓને લઈને જતી બોટોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ક્ષમતા કરતા પ્રવાસીઓને લઈ જવા માટે 25 જેટલી બોટને સસ્પેન્ડ કરવામાં આવી છે. […]

મોરબી દૂર્ઘટનાઃ નિરાધાર બનેલા બાળકોનો શૈક્ષણિક ખર્ચ ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ ઉપાડશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં કેટલાક બાળકોએ માતા-પિતાને ગુમાવ્યાં છે. દરમિયાન પીડિતોને વ્હારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આવી છે. આ દૂર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં પરિવારમાં મુખ્‍ય કમાવનાર વ્‍યક્‍તિ ગુમાવનારને ઔધોગિક એકમમાં નોકરીની સહાય આપવા ઈચ્છા વ્યક્ત કરી છે. […]

મોરબીની ગોઝારી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ અને આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

અમદાવાદઃ મોરબીના ઝૂલતા પુલ તૂટી જવાથી 135થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને લીધે લોકો મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષો અને લોકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી વિસ્તારમાં […]

મોરબી દૂર્ઘટનાનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક કમિશનની રચના કરવા માટે તાત્કાલિક નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code