1. Home
  2. Tag "MPS"

લોકસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન, ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યોજાઈ તે પહેલા દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 2026માં નવા સીમાંકન આયોગની રચના કરવામાં આવશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જૂના સીમાંકન મુજબની અંતિમ બની રહેશે. આગામી માર્ચથી મે મહિનાની વચ્ચે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રાજ્યોની વિધાનસભાના નવા સીમાકન માટે […]

નવી દિલ્હીઃ લોકસભા-રાજ્યસભામાં પીએમ સહિતના સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેની અસર સંસદમાં પણ જોવા મળી રહી છે. લોકસભાના અધ્યક્ષે તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓને ગૃહમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા હતા. આ સિવાય રાજ્યસભામાં ઘણા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. […]

કેટલીકવાર શૈક્ષણિક જ્ઞાન કરતાં અનુભવ વધુ મહત્ત્વનો હોય છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી આજે 72 સાંસદો નિવૃત્ત થયા હતા. આ નેતાઓમાં કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, જયરામ રમેશ અને એકે એન્ટની જેવા ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ નિવૃત્ત થઈ ગયા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના વિદાય ભાષણ દરમિયાન કહ્યું કે હું ઈચ્છું […]

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના સાંસદો સાથે કરી બેઠક, અજય મિશ્રા રહ્યાં ચર્ચાનું કેન્દ્ર

દિલ્હીઃ ઉતરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા સમગ્ર ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના સાંસદો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન રાજકી મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકમાં […]

રાજ્યના ધારાસભ્યો, સાંસદોના ફોન ઉપાડવા અને સારો વ્યવહાર કરવા અધિકારીઓને અપાઈ સુચના

ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના સ્થાને ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને વધુ માન-સન્માન મળે અને તમામ અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડે અને તેમના કામ કરે તેવી તાકિદ કરવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદોને સચિવાલય અને અન્ય કચેરીના અધિકારીઓ ગણકારતા નહીં હોવાની વ્યાપક બનેલી ફરિયાદો બાદ નવી […]

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદોને 100-100 બેડના કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવા પક્ષનો આદેશ

અમદાવાદઃ ભાજપના પ્રધેશ અધ્યક્ષ સીઆર પાટિલ સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે વિવાદ જાગ્યા બાદ હવે પાટિલે પક્ષના તમામ ઘારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવાનો આદેશ કર્યો છે. પાટિલના આ નિર્ણય સરાહનિય છે, પણ પક્ષ પ્રમુખના આદેશનું પાલન કરવામાં આવે તો કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઇ જશે. સરકારે કરેલી […]

ભાજપના જનપ્રતિનિધિઓ વિનામૂલ્યે નહીં લે કોરોનાની રસી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય નાગરિકની જેમ કોરોનાની રસી લઈને રસીકરણના ત્રીજા તબક્કાનો આરંભ કરાવ્યો હતો. હવે ભાજપના 60 વર્ષથી વધુની ઉંમરના ધારાસભ્યો અને સાંસદો પણ કોરોનાની રસી લેશે. જો કે, સરકારી હોસ્પિટલોમાં વધારેમાં વધારે જરૂરીયાતમંદ લોકો વિનામૂલ્યે રસીકરણનો લાભ લઈ શકે તે આ જનપ્રતિનિધિઓ નાણા ચુકવીને કોરોનાની રસી લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code