1. Home
  2. Tag "MS University"

એમ એસ યુનિવર્સિટીમાં 36000 વિદ્યાર્થીઓને 3 વર્ષથી માર્કશીટ મળી નથી

M S યુનિવર્સિટીના અંધેર વહિવટનો નમુનો, 25000 માર્કશીટ પ્રિન્ટ થઈને પડી છે, પણ વેરિફિકેશન કરાયુ નથી, હોબાળો થયા બાદ કૂલપતિએ તમામ ડીનને આપી સુચના વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીના અંધેર વહિવટનો નમુનો પ્રકાશમાં આવ્યો છે. યુનિવર્સિટીની  વિવિધ પરીક્ષાઓમાં યુજી-પીજી પાસ કરી ચૂકેલા 36 હજાર વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષથી માર્કશીટ આપવામાં આવી નથી. 25 હજાર માર્કશીટ પ્રિન્ટ […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 500 માર્કશીટ પલળી ગઈ

વરસાદમાં માર્કશીટ પલળી જતાં પંખા મુકીને સુકવવામાં આવી, 3 વર્ષથી વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા ન આવતા તિજોરીમાં સાચવીને રખાઈ હતી, જુની સપ્લીમેન્ટરીનો જથ્થો પણ પલળી ગયો વડોદરાઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ભારે વરસાદને લીધે એસ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં પાણી પડતા 500 જેટલી […]

વડોદરાની એમએસ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓની એક સાથે જ પરીક્ષા લેવા વિચારણા

વડોદરાઃ એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે જીકાસ પોર્ટલના માધ્યમથી કોમન એડમિશન અપાયા બાદ હવે તમામ ફેકલ્ટીઓની એકસાથે પરીક્ષા લેવામાં આવે તેના માટે પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત પરિણામો પણ સમયસર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે જી-કાસના માધ્યમથી કોમન પ્રવેશ પ્રક્રિયા કરાઈ હતી જેથી અનેક સમસ્યાઓ ઉભી થઇ હતી અને વિદ્યાર્થીઓ […]

વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રશ્ને વિદ્યાર્થીઓની લડત, સ્થાનિક સ્ટુડન્ટસને અગ્રતા આપો

વડોદરાઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશનને લીધે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ ન મળતા વિરોધ ઊભો થયો છે. છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે એમએસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠકો વધારવાનો નિર્ણય કર્યો હતો. જો કે, વડોદરાના […]

MS યુનિવર્સિટીમાં ઉંચા મેરિટને લીધે સ્થાનિક 5 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોબાળો

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં કોમન એડમિશન પોર્ટલ દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જેના લીધે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાણિજ્ય પ્રવાહમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 75 ટકા પ્રવેશ અટકતા 5000 જેટલાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોબાળો મચી ગયો છે. અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ડીનનો ઘેરાવો કરાયો હતો. […]

MS યુનિવર્સિટીમાં વીજળી ડુલ થતાં વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં આપી પરીક્ષા

વડોદરાઃ શહેરમાં અસહ્ય ગરમીમાં એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન શુક્રવારે લો ફેકલ્ટી ભવનમાં પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખારવાયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવાની ફરજ પડી હતી. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં લો ફેકલ્ટી ખાતે પણ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી […]

એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓએ આઉટ સોર્સથી કરાતી કામગીરી સામે કર્યો વિરોધ

વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી બિન શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યુ છે. એક ખાનગી એજન્સી દ્વારા હંગામી કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવીને પાનકાર્ડ, આધારકાર્ડની વિગતો માગવામાં આવી રહી છે. ફોર્મ ન ભરનારા હંગામી કર્મચારીઓના પગાર રોકી દેવાની રજિસ્ટ્રાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આથી હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. અને યુનિવર્સિટીના ગાર્ડનમાં એકઠા […]

નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે. તેમણે ઉમેર્યું  કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાતા ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરાઃ  શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગ સાથે વિવિધ  વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટીની મુખ્ય વહિવટી કચેરી સામે  દેખાવો કર્યાં હતા અને કૂલપતિને આવેદનપત્ર આપવાની માગ સાથે  વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા. અને તાત્કાલિક વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગણી કરી હતી અને આ અંગે જલ્દી જ નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની […]

વડોદરાની M S યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે ધસારો, 2000 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ માટે પડાપડી થઈ છે. આ વખતે એફવાયના 1100 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. ગત વખતે 1700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. કોરોનાકાળના પગલે જગ્યાઓ ખાલી હોવાથી ગત વર્ષે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે હોસ્ટેલની ક્ષમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code