મહારાજા છત્રસાલ બુંદેલાજીની જન્મજ્યંતિઃ મુગલો સામે 12થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજયી થયા
અમદાવાદઃ હિન્દુસ્તાન ઉપર વર્ષો સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું હતું. દરમિયાન વિદેશી શાસકોના અત્યાચાર સામે અનેક વીર સપુતોએ હથિયાર ઉપાડ્યાં હતા, અને આક્રમણકારોને ધુળ ચાટતા કરી દીધા હતા. આ વીર સપુતોમાં મહારાજા છત્રસાલ બુંદેલાજીનો પણ સમાવેથ થાય છે. બુંદેલખંડ કેસરીના મહારાજા છત્રસાલજી કુશળ સંગઠનકાર હતા. તેમજ માત્ર 16 વર્ષની નાની વયે રણભૂમિમાં ઉતર્યાં હતા. […]