સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ પહોંચતા વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરાયું
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યુ છે. આ મૂર્તિનું મુખ સારંગપુર ખાતે લઇ જવામાં આવતા વચ્ચે સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનપૂ. દેવપ્રકાશ સ્વામી, તથા ટ્રસ્ટી સભ્યો તેમજ […]