1. Home
  2. Tag "MUMBAI"

કોરોનાને લીધે અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ  વિલંબમાં મુકાવાની શક્યતા  

અમદાવાદઃ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેકના બાંધકામ માટે ટ્રેઇનિંગ અને સર્ટિફિકેશન સર્વિસ માટે નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને જાપાન રેલવે તકનિકી સેવા વચ્ચેના એમઓયુ સાઇન કરાયા છે. આ કરાર થકી જાપાનના નિષ્ણાંતો ટ્રેકના બાંધકામ માટે તેમની કુશળતા તેમજ અનુભવનો આ પ્રોજેક્ટને લાભ આપશે. આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જાપાનમાં શિંકનસેન ટ્રેક […]

મુંબઈમાં વિકેન્ડ લોકડાઉનઃ જનજીવન ઠપ્પ, ઈમરજન્સી સેવાઓ ચાલુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા વીકએન્ડમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આજે સવારથી જ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વાહન-વ્યવહાર સહિત તમામ વેપાર ધંધા બંધ રહ્યાં હતા. જેથી માર્ગો સુમસામ બન્યાં હતા. બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. […]

મુંબઈમાં કોરોનાની અસર મનોરંજન ઉદ્યોગ ઉપર પડીઃ કલાકારોની ચિંતામાં વધારો

મુંબઈઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. જેની અસર મનોરંજન ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. જાણીતી ટીવી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા-2’નું શુટીંગ અચાનક બંધ કરવામાં આવ્યું હોવાનો એક રિપોર્ટમાં દાવો […]

કોરોના અનિયંત્રિત થતા ભારતીય રેલવેનો નિર્ણય, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે

કોરોનાની વિકટ સ્થિતિ બાદ ભીડભાડને કાબૂમાં લેવા રેલવે વિભાગે લીધો નિર્ણય કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ પ્રભાવથી બંધ કરાયું લોકમાન્ય તિલક, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ મુંબઇ: કોરોના મહામારી વિકટ બની રહી છે ત્યારે ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર અનેક સ્ટેશનો […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવતઃ એક જ દિવસમાં 55 હજાર કેસ નોંધાયા

મુંબઇ: મહારાષ્ટ્રમાં વીતેલા દિવસને મંગળવારનાં રોજ કોરોનાના નવા ૫૫ હજાર 649 કેસ નોંધાયા છે, ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને 31 લાખ 13 હજાર 354 થઈ ચૂક્યા છે. આ સાથે જ કોરોનાના કારણે વધુ 297 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મૃત્યુઆંક ૫૬ હજાર 330 થઈ ચૂક્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા […]

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ : જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ રવિ કપૂરથી જીતેન્દ્ર બનવાની કહાની મહિનાના 100 રૂ.ના પગાર પર કર્યું કામ મુંબઈ : જયપ્રદા અને શ્રીદેવી જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત કેમિસ્ટ્રી શેર કરનાર જીતેન્દ્ર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 7 એપ્રિલ 1942 ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલ જીતેન્દ્ર ફિલ્મોમાં સફળતાનું બીજું નામ બની ગયા હતા. […]

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફરીથી કોરોનાનો પગપેસારો,3 કર્મચારીઓ સંક્રમિત

IPL માં કોરોનાનો કહેર જારી ૩ કર્મચારી કોરોના સંક્રમિત બીસીસીઆઈની વધી ચિંતા મુંબઈઃ આઈપીએલ 2021 ની શરૂઆત પહેલાં કોરોના વાયરસ સંક્રમણના કેસો સતત સામે આવી રહ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફરી એકવાર કેટલાક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. માહિતી મુજબ,વાનખેડેમાં વધુ 3 નવા કેસ નોંધાયા છે,જેમાંથી બે ગ્રાઉન્ડમેન છે અને એક સ્ટેડિયમનો પ્લમ્બર […]

IPL પૂર્વે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડ મેન કોરોના સંક્રમિત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન આઈપીએલ પહેલા જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની નવી લહેરના કારણે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. હાલ 40 હજાર જેટલા […]

જો સ્થિતિ નિયંત્રિત નહીં થાય તો લોકડાઉન લગાવાશે: ઉદ્વવ ઠાકરે

મહારાષ્ટ્રમાં કોરોનાની વરવી સ્થિતિ ઉદ્વવ ઠાકરેએ લોકડાઉનની આપી ચેતવણી જો સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો લોકડાઉન લગાવવુ પડશે: ઉદ્વવ ઠાકરે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર ચિંતિત છે. મહારાષ્ટ્રમાં સતત વધતા કેસને પગલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, જો સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન […]

IPL 2021: કેકેઆરના દિગ્ગજ બેટ્સમેન બાદ વધુ 8 લોકો કોરોના સંક્રમિત

IPL પર કોરોનાનો ખતરો વધુ 8 લોકો કોરોના સંક્રમિત BCCI ની ચિંતા પણ વધશે  મુંબઈ : વિશ્વની સૌથી લોકપ્રિય ટી 20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ પર કોરોના વાયરસનો ખતરો મંડરાય રહ્યો છે. લીગ હજી શરૂ થઈ નથી અને તે પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નીતીશ રાણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code