રાજ્યમાં ઓક્ટ્રોય નાબુદી બાદના વળતર પેટે અપાતી મ્યુનિ. ગ્રાન્ટમાં 10 ટકાનો કરાયો વધારો,
અમદાવાદઃ ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓની મુખ્ય આવક ઓકટ્રોયની ગણાતી હતી. પણ સરકારે વર્ષો પહેલા ઓકટ્રોય નાબુદ કરતા તે સમયે તમામ મ્યુનિ, કોર્પોરેશન અને નગરપાલિકાઓને આવક પ્રમાણે સરકાર ગ્રાન્ટ આપશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓ અને મ્યુનિ.કોર્પોરેશનોને ગ્રાન્ટ આપવામાં આવે છે અને સમયાંતરે ગ્રાન્ટમાં વધારો પણ કરવામાં આવતો હોય છે. સરકારે […]