ગુજરાતમાં ત્રણ લાખથી વધુ વસતી ધરાવતા 22 શહેરોની પાલિકાઓને કોર્પોરેશનનો દરજ્જો અપાશે!
ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણાબધા શહેરોમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરી નાગરિકોને માટે વિકાસનું જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે જે તે નગરપાલિકાઓ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ત્રણ લાખથી વધુ વસતી હોય તેવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો એટલે કે મ્યુનિ કોર્પોરેશનનો દરજ્જો આપવા સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. […]