સંગીત અને ચિત્રના શિક્ષકોને એક તાસદીઠ માત્ર 50 રૂપિયા પણ 9000થી વધુ પગાર નહીં મળે
ગાંધીનગર: ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીત અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ માટે કામચલાઉ નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર જારી કરીને સંગીત અને ચિત્રના શિક્ષકોને તાસદીઠ રૂપિયા 50 અને મહિનામાં વધુને વધુ રૂપિયા 9000થી વધુ મહેનતાણુ આપવાની નિર્દેશ આપ્યો છે. ત્યારે શાળાઓમાં પટ્ટાવાળાઓ જેટલું પણ માસિક વેતન શિક્ષકો મેળવી શકશે નહી. […]