ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન
અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]