1. Home
  2. Tag "Namibia"

નામિબિયા: વૈજ્ઞાનિકોને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળ્યાં

નવી દિલ્હીઃ નામિબિયામાં વૈજ્ઞાનિકોની એક ટીમને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળી આવ્યા. 2 ફૂટની ખોપરીના ટુકડાઓ, તીક્ષ્ણ શક્તિશાળી દાંત અને કરોડરજ્જુના સ્તંભ સહિત ચાર અવશેષો મળ્યાં છે. ટોઇલેટ સીટ જેવું માથું ધરાવતા પ્રાણી સલામન્ડર જેવા ટેટ્રાપોડ હતા અને તળાવોની નજીક રહેતા હતા. આ પ્રજાતિને ગિયાસિયા જીન્યા નામ આપવામાં આવ્યું છે. […]

કુનો નેશનલ પાર્ક: નામીબીયાની લવાયેલી માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

નવી દિલ્હીઃ કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ પછી વન વિભાગની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ અંગે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ વન્યજીવ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. […]

જયશંકર નામીબિયાના નાયબ વડા પ્રધાનને મળ્યા,દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ અંગે ચર્ચા કરી

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે નામીબિયાના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા અને બંને નેતાઓએ ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, પરિવહન અને કનેક્ટિવિટી, ડિજિટલ, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. જયશંકરે નંદી-નદૈતવાહ સાથે ભારત અને નામીબિયા વચ્ચેની પ્રથમ સંયુક્ત સહકાર આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા […]

વિદેશ મંત્રી એસ જયશંકર 1 થી 6 જૂન દરમિયાન દક્ષિણ આફ્રિકા અને નામીબિયાની મુલાકાત લેશે

વિદેશ મંત્રી જયશંકર બ્રિક્સ સમિટમાં ભાગ લેશે દક્ષિણ આફ્રિકા પછી નામીબિયા જશે દિલ્હી : વિદેશ મંત્રી એસ.જયશંકર કેપટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારથી દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકા બાદ તેઓ 4 થી 6 જૂન સુધી નામીબિયાની મુલાકાત લેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘વિદેશ મંત્રી કેપટાઉનમાં બ્રિક્સ વિદેશ મંત્રીઓની […]

નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં

ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો […]

ભારતમાં વર્ષો બાદ ફરી ચિત્તા જોવા મળશે, આઠ ચિત્તા નામીબિયાથી લવાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ સિંહ, વાઘ અને દીપડા સહિતના જાનવરો જોવા મળે છે. જ્યારે ચિત્તા વર્ષોથી લુપ્ત થઈ ગયા છે, જો કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરીથી ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશમાં ચિતાઓના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શ્યોપુરના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 8 ચિત્તા લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી […]

આ રસીથી HIVની આશંકા બાદ નામીબિયાએ રસી પર મૂક્યો પ્રતિબંધ

નામીબિયાએ લીધો મહત્વનો નિર્ણય સ્પૂતનિક-વીના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ તેનાથી પુરુષોમાં HIV થતો હોવાની આશંકા બાદ લીધો નિર્ણય નવી દિલ્હી: નામીબિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. નામીબિયાએ રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક વીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. થોડાક સમય પહેલા પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સિનને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ નામીબિયાએ આના ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code