1. Home
  2. Tag "Navratri festival"

નવરાત્રિમાં માતાજીને અર્પણ કરાતા ફુલનું વિશેષ મહત્વ, જાણો…

દર વર્ષે નવરાત્રીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને આ અવસર પર માતાજીને વિવિધ પ્રકારના ફૂલોની માળા અર્પણ કરાય છે. દરેક ફૂલનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને કયા […]

નવરાત્રી મહોત્સવઃ અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે […]

નવરાત્રી મહોત્સવ માટે GMDCના મેદાનમાં ભરાયેલા પાણી પંપથી ઉલેચાશે

વાઈબ્રન્ટ નવરાત્રી મહાત્સવ માટે તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓ, જીએમડીસીના ગ્રાઉન્ડ પર પાણી ભરાતા તંત્ર બન્યું ચિંતિત, હવે વરસાદ નહી પડે તો જ મેદાન પર નવરાત્રી મહોત્સવ યાજી શકાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે જીએમડીસીના વિશાળ ગ્રાઉન્ડ પર વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે નવરાત્રીના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી સરકારી તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવની […]

માતાના મઢમાં નવરાત્રી મહોત્સવની ચાલતી ધૂમ તૈયારીઓ

આશાપુરા માતાજીના મંદિરમાં 10 દિવસ મેળાનો માહોલ, 245 સ્ટોલની ફાળવણી કરાઈ, ગામ-પરગામથી શ્રદ્ધાળો ઉમટી પડશે ભૂજઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ તિર્થસ્થાન અને માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા માતાજીના મંદિરમાં નવરાત્રીની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના પટાગણમાં દસ દિવસ સુધી મેળાનો માહોલ જોવા મળશે. આ માટે ગ્રામ […]

નવરાત્રિ મહોત્સવ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને ફળશે, 4000 વાહનોની ડિલિવરી થશે

નવી દિલ્હીઃ નવરાત્રી મહોત્સવ પર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ફાયદો થવાની શકયતા છે. આ વખતે આ નવ દિવસમાં ચાર હજાર વાહનોની ડિલિવરી થવા જઈ રહી છે. વિભાગ અનુસાર તેની કિંમત 400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ વાહનોની ડિલિવરી થશે. વર્ષ 2023માં આ સમયગાળા દરમિયાન કુલ 3400 વાહનોની ડિલિવરી કરવામાં આવી […]

ચૈત્રી નવરાત્રિઃ આદિ શક્તિ મા દુર્ગાની આરાધનાનો મહા પર્વ શરૂ

આદિ શક્તિ મા દુર્ગાની આરાધનાનો મહા પર્વ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી આજથી શરૂ થયો છે. દેશભરની શક્તિપીઠોમાં દેવી માતાના દર્શન કરવા માટે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના છતરપુર મંદિર, ઝંડેવાલન મંદિર અને કાલકાજી મંદિરમાં સવારની આરતી સાથે માતાના દર્શનની શરૂઆત થઈ હતી. આસામમાં મા કામાખ્યા, મુંબઈમાં મુમ્બા દેવી મંદિર, […]

નવરાત્રિ મહોત્સવઃ રુપાલમાં પ્રાચીન પલ્લી નીકળી, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગાંધીનગર નજીક સુપ્રસિદ્ધ રુપાલમાં નવમાં નોરતે રાતના પરંપરાગત રીતે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, અને માતાજીના પલ્લીના દર્શન કર્યાં હતા. દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીને ઘી ચડાવ્યું હતું. બીજી તરફ સુરક્ષાને કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની […]

નવરાત્રિના ઉપવાસમાં ડ્રાયફ્રુટ્સ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક

દેશભરમાં હાલ નવરાત્રીની ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે. દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ વ્રત દરમિયાન તે માત્ર ફળો અને ડ્રાયફ્રુટ્સ જ ખાય છે. 9 દિવસના આ ઉપવાસ દરમિયાન, તે ઘઉં, ચોખા અને ઓટ્સ, નોન-વેજ ફૂડ, કઠોળ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, શુદ્ધ ખાંડ જેવા કોઈપણ પ્રકારના અનાજ ખાવાનું ટાળે છે. […]

કુપવાડામાં ટીટવાલ સ્થિત શારદા દેવી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની વિશેષ પુજા યોજાઈ

નવી દિલ્હીઃ 1947 પછી પ્રથમવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં એસઓસી પાસે શારદા દેવી મંદિરમાં નવરાત્રિ પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. હમ્પીના સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી પોતાના અનુયાપિયો સાથે કર્ણાટકથી ભગવાન હનુમાનજીના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા લઈને ટીટવાલ પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો પણ ઉપસ્થિત […]

અંબાજીના ચાચરચોકમાં આજથી નવરાત્રી ઉત્સવ, પુરૂષો અને મહિલાઓના અલગ ગરબા થશે

અંબાજીઃ નવલી નવરાત્રીનો આજથી રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ખાસ ઊજવણી કરવામાં આવતા હોય છે. જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અંબાજી માતાજીના આંગણે ભારે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. આજથી એટલે કે પ્રથમ નવરાત્રીથી યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code