1. Home
  2. Tag "navratri"

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ ગરબા નહીં યોજી શકાયઃ ગૃહરાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે 400 વ્યક્તિઓની છૂટ સહિતના નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોમર્શિયલ ગરબા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કેબિનેટની […]

નવરાત્રી દરમિયાન પાવાગઢમાં તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ

વડોદરાઃ નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનું પર્વ, નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર અને પાવાગઢમાં મહાકાળીના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલ ગુરૂવારથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર […]

નવરાત્રિઃ યુવતીઓની છેડતી કરનારા રોમિયોને ઝડપી લેવા માટે પોલીસે બનાવી શી-ટીમ

અમદાવાદઃ રાજ્યમાં કેટલીક છુટછાટ સાથે રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. બીજી તરફ યુવાધન પણ નવરાત્રિની ઉજવણીની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ એક્શન પ્લાન ધડી દીધો છે. ગરબા સ્થળો ઉપર રોમિયોને પકડવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી […]

નવરાત્રીને લીધે ફુલ બજારમાં તેજી, ગુલાબનો ભાવ પ્રતિકિલોએ 300એ પહોંચ્યો

અમદાવાદઃ થોડા દિવસ પહેલા એવી સ્થિતિ હતી કે, ફુલ બજારમાં વ્યાપક મંદી હતી. ફુલોના પુરતા ભાવ ન મળવાને કારણે ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે નવરાત્રી મહોત્સવ આવતાંની સાથે સાથે ફૂલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા આઠ દિવસમાં ફૂલોના ભાવમાં રૂ.100નો વધારો થયો છે. તહેવારો આવતાની સાથે ફૂલ માર્કેટમાં તેજી આવી છે. માર્કેટમાં ફૂલોની આવક […]

નવરાત્રીના ગરબા સ્થળે રોમિયોની કનડગત સામે મહિલા પોલીસને ટ્રેડિશનલ ડ્રેસમાં તૌનાત કરાશે

અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, આ વર્ષે સોસાયટીઓમાં અને શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટીપ્લોટ્સ કે કલબોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નથી. સોસાયટીઓમાં 400 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાશે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાંથી મિત્રો કે અન્ય […]

અમદાવાદઃ નવરાત્રિ પૂર્વે એક દિવસમાં યુવતીઓએ લાખો રૂપિયાની ચણિયાચોળીની ખરીદી

અમદાવાદઃ નવરાત્રિને ગણતરિના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારી વચ્ચે પણ સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો સાથે રાહત આપી છે. જેથી યુવાનો નવરાત્રિમાં ગરબે ઘૂમવા થનગની રહ્યાં છે. તેમજ હાલ છેલ્લી ઘડીએ યુવતીઓ ચણીયાચોળી સહિતની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. દરમિયાન શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં એક દિવસમાં લોકોએ અંદાજે 5 લાખથી વધારેની કિંમતની ચણિયાચોળીની ખરીદી […]

નવરાત્રીના તહેવારોને લીધે ઈલેક્ટ્રિક્સ અને ઈલેક્ટ્રોનિક્સ બજારમાં તેજીની વેપારીઓને આશા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના બીજા કાળે વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો હટાવી લેતા હવે રોજગાર-ધંધા પણ રાબેતા મુજબ બની ગયા છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં સોસાયટીઓમાં ગરબાની પરવાનગી આપી છે. જેને લઇને તેના પર આધારિત ધંધા-વેપારમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે. નવરાત્રિના તહેવાર સમયે મુખ્યત્વે સાઉન્ડ સિસ્ટમ અને ડેકોરેશન માટે ઇલેક્ટ્રિક સાધનોની મોટા પ્રમાણમાં માંગ રહેતી […]

PM મોદી નવરાત્રિમાં ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા, કેદારનાથમાં તૈયારીઓનો ધમધમાટ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના પહેલા અથવા બીજા દિવસે ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા છે. જો કે, હજુ સુધી આ અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે આવે તેવી શકયચા છે. જો કે, હજુ સુધી સરકાર પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવવાનો બાકી […]

આ નવરાત્રીમાં તમારા વેસ્ટર્ન કપડાને પણ આપો ટ્રેડિશનલ તડકો,કંઈ રીતે વેસ્ટર્ન કમ ટ્રેડિશનલ ક્લોથવેર સાથે ગરબે ઘૂમશો ,જાણો

સાહિન મુલતાનીઃ- વેસ્ટરપ્ન કપજાને આપો ટ્રેડિષનલ લૂક જીન્સ સાથે કેડિયું અને ટોપ પર કચ્છી કુર્તીનું કરો કોમ્બિનેશન નવરાત્રી અટલે ગરબે ઘીમવાનો અને નવે નદ દિવસ મા અંબાની આરાધના કરવાનો તહેવાર, આરધાના સંગ ગરબે ઘૂમવા ગુજરાતીો દર વર્ષની જેમ આ વર્ષે પણ તૈયાર છે, હા એ વાત અલગ છે કે મોટા મોટા ગ્રાઉન કે ક્લબ કે […]

નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સમાં પણ ગરબાની મંજુરી આપવા સ્ટેજ કલાકારોની રજુઆત

અમદાવાદ: નવરાત્રીના નવલા દિવસને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે શેરી ગરબા અને સોસાયટીઓમાં યોજાતા ગરબામાં 400 લોકોની મર્યાદા સાથે છૂટછાટ આપી છે. આ વર્ષે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજવાની સરકારે મંજુરી આપી નથી. ત્યારે સ્ટેજ કલાકારો પાર્ટી પ્લોટ્સને મંજુરી આપવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code