1. Home
  2. Tag "new education policy"

ગુજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું રાજ્યપાલે કર્યું વિમાચન

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન  મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું. પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી […]

શક્તિસિંહનો CMને પત્રઃ નવી શિક્ષણ નીતિમાં કાયમી શિક્ષકોની જોગવાઈ છતાં કરારથી ભરતી કેમ?

અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેનો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને આ યોજના અંગે પત્ર લખ્યો છે, એમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે,  નવી એજ્યુકેશન પોલિસીમાં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાની […]

નવી શિક્ષણનીતિના 3 વર્ષ પૂર્ણ: 10+2+3 ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી

અમદાવાદઃ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020નાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી શિક્ષણનીતિથી અવગત કરાવતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ, 4 વર્ષે ગ્રેજ્યુએટ ઓનર્સ, માસ્ટર ડિગ્રી 1 વર્ષે મેળવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની નવા શૈક્ષણિક સત્રથી જાહેરાત કર્યા બાદ મંગળવારે તેનું નોટિફેકેશન પણ જાહેર કરી દીધું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ એક સાથે તેનો અમલ કરાશે. અભ્યાસનું માળખું, ગ્રેજ્યુએશનના ચાર વર્ષ અને મોસ્ટર ડિગ્રી કોર્ષ એક વર્ષનો રહેશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ સક્રિય રીતે […]

રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા […]

નવી શિક્ષણ નીતિના અમલના મુદ્દે સરકારે સ્પષ્ટતા ન કરતા યુનિવર્સિટીઓની હાલત કફોડી

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગના અસ્પષ્ટિકરણની નીતિને કારણે યુનિવર્સિટીઓ અવઢવભરી સ્થિતિનો સામનો કરી રહી છે. તમામ યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન, વિનિયન અને વાણિજ્ય વિદ્યાશાખાઓ સહિત પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરવાનો છે, તે અંગે હજુ […]

ભાવનગરની MK યુનિ.માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ચાલુ શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમો લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ છે.  ખાસ તો અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવાનું થશે યુનિ.માં નવી શિક્ષણ નીતિ અમલ થાય એટલે અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન […]

સરકારી અને ખાનગી શાળાઓ 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળવાટિકા શરૂ કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વાલીઓ દ્વારા વિરોધ ઊઠ્યો હતો. 7 વર્ષમાં એકાદ-બે મહિના બાકી હશે તો પણ તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે, આથી હવે સરકારે ખાનગી અને સરકારી શાળાઓને 7 વર્ષથી ઓછી […]

ગુજરાતમાં નવી શિક્ષણ નિતિના અમલ સાથે યુનિવર્સિટીઓનો વહિવટ બોર્ડ ઓફ ગવર્નન્સ કરશે

રાજકોટઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે.નવી શિક્ષણનીતિ અંતર્ગત સરકારી યુનિવર્સિટીઓનો વહિવટ સેનેટ કે સિન્ડિકેટ (એક્ઝિક્યુટિવ કાઉન્સિલ)ને બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં નવા સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ થવાનો છે. શિક્ષણનીતિ અમલી થયા બાદ યુનિવર્સિટીનું સંપૂર્ણ સંચાલન BoG (બોર્ડ ઓફ ગવર્નન્સ) દ્વારા કરવામાં આવશે. એટલે […]

નવી શિક્ષણ નીતિ રમતગમત, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રાદેશિક ભાષાના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશની યુવા પેઢીને બ્રેઈન ડ્રેઈનથી બચાવવા અને તેમને બ્રેઈન ગેઈન તરફ આગળ વધવા માટે આપણે સક્ષમ બનાવવી પડશે. તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી  અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સમગ્ર વિશ્વને બતાવ્યું છે, તેથી જ હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code