1. Home
  2. Tag "News Blog"

રાજકોટના ગોંડલ યાર્ડમાં મગફળી અને ડુંગળીની ધૂમ આવક

યાર્ડ બહાર મગફળી અને ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી, યાર્ડમાં માલનો ભરાવો થતાં બન્ને જણસીની આવક બંધ કરાઈ, હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200થી 900 બોલાયા રાજકોટ: ગુજરાતના તમામ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી અને મગફળીની ધૂમ આવક થઈ છે.  યાર્ડની […]

અમદાવાદના નારણપુરામાં 25.68 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાયો

નારણપુરામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે SOGએ પાડી રેડ, 6 આરોપીઓની ધરપકડ, 7 સામે ગુનો નોંધાયો, ડ્રગ્સનો જથ્થો પકડાતા આજુબાજુના રહિશો પણ ચોંકી ઊઠ્યા અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસર નજીકના એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસે દરોડો પાડીને 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સનો 25.68 કિંમતનો જથ્થો પકડી પાડ્યો […]

ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં કચરાના ઢગલાંમાંથી નકલી નોટો મળી

કચરાના ઢગલાંમાંથી 500ના દરની 95 નકલી નોટો મળી, લોકોએ કચરાના ઢગલામાં નોટો હોવાની પોલીસને જાણ કરી, પોલીસે આજુબાજુના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી ભાવનગરઃ શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલાંમાં 500ની નોટો જોતા જ સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી આવીને તપાસ કરતા કચરાના ઢગલાંમાંથી 500ના દરની 95 […]

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ખનીજ વિભાગે રેતી ભરેલા બે ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ખનીજ વિભાગના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ, ચોર શખસો સામે પોલીસ ફરિયાદ ગાંધીનગરઃ જિલ્લાના શાહપુર ગામની સાબરમતી નદીના પટમાં બેરોકટોક રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ ખનિજ તંત્રની ટીમે શાહપુર નજીક સાબરમતી નદીમાં રેડ પાડીને રેતી ભરેલા બે ડમ્પરો સહિત 80 લાખનો મુદ્દામાલ […]

રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ

પ્લાસ્ટિકની ફેકટરીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ અપાયો, ત્રણ જિલ્લામાંથી ફાયર ફાયટરો દોડી ગયા, આગ પર સતત પાણીના મારા બાદ 70 ટકા કાબુ મેળવાયો રાજકોટઃ જિલ્લાના પડધરી નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ગતરાત્રિના સમયે ભીષણ આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. દરમિયાન આગએ […]

વડોદરાના નાગરવાડામાં યુવાનની હત્યા બાદ ગેરકાયદે દબાણો દુર કરાયા

નાગરવાડાના મચ્છીપીઠ અને તાંદલજામાં દબાણો દુર કરાયા, પોલીસનો સઘન બંદોબસ્ત, લોકોના ટોળાં ઉમટી પડ્યાં, દબાણો હટાવવાની એકાએક કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોષ વડોદરાઃ શહેરમાં ભાજપના કોર્પોરેટરના પૂત્રની માથાભારે શખસએ હત્યા કર્યા બાદ પોલીસ અને મ્યુનિનું તંત્ર એક્શનમાં આવ્યુ છે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આરોપીના વિસ્તાર એવા નાગરવાડાના મચ્છીપીઠ અને તાંદલજા વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ […]

અમદાવાદ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ થયેલા 7000 બાળકોને પુનઃ પ્રવેશ અપાયો

અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોમાંથી 12000 બાળકો ડ્રોપઆઉટ થયા હતા, ભણતર અધવચ્ચે છોડનારા બાળકોને પુનઃ શિક્ષણ આપવાના પ્રયાસો હાથ ધરાયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સરાહનીય કામગીરી અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો સૌથી વધુ છે. ત્યારે રાજ્ય સરકારે પણ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં 12000 વિદ્યાર્થીઓ અધૂરા ભણતરે અભ્યાસ […]

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. […]

ખ્યાતિ હોસ્પિટલકાંડના ચારેય આરોપી સામે લૂકઆઉટની નોટિસ

આરોપીઓના ઘર અને ઓફિસ પરથી પેનડ્રાઈવ, ડોક્યુમેન્ટ કબજે કરાયા, શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પુરાવા એકઠા કરવાના કામે લાગી, દેશના તમામ એરપોર્ટને જાણ કરાઈ અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારકોને બિનજરૂરી ઓપરેશન કરવાના અને બે દર્દીઓના મોતના મામલે હોબાળો મચ્યા બાદ પોલીસે ત્રણ તબીબ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત […]

અફઘાનિસ્તાનમાં તાબિલાને બિન-ઈસ્લામિક પુસ્તકો ઉપર મુક્યો પ્રતિબંધ!

તાલિબાને 2021 માં સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં બિન-ઇસ્લામિક અને સરકાર વિરોધી સાહિત્યને દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. માહિતી અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રચાયેલા કમિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્લામિક કાયદા, શરિયા અનુસાર સાહિત્યને પ્રોત્સાહન આપવાનો અને અફઘાન મૂલ્યોની વિરુદ્ધ સામગ્રીને પ્રતિબંધિત કરવાનો છે. દરમિયાન 2021 થી ઓક્ટોબર 2023 સુધીમાં, તાલિબાને “ઇસ્લામિક અને અફઘાન મૂલ્યો” વિરુદ્ધ હોવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code