1. Home
  2. Tag "nia"

કુખ્યાત ડોન છોટા શકીલના સાળા આરિફ શેખનું મોત, ટેરર ફંડિંગ કેસમાં NIAએ ધરપકડ કરી હતી

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાળા આરીફ શેખનું હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળે છે. દાઉદ ઈબ્રાહિમની ડી ગેંગને મદદ કરવાના આરોપનો સામનો કરતા આરીફની સામે ટેરર ફિંડિગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંબંધી આરીફ શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનું મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ટેરર ફંડિંગ કેસમાં પકડાયેલો આરીફ શેખ […]

કર્ણાટકઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIA એ 11 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

બેંગ્લોરઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે બેંગ્લોર અને કોઈમ્બતુર સહિત લગભગ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ કુમારસ્વામી લેઆઉટ અને બનાશંકરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ કોઈમ્બતુરમાં જાફર ઈકબાલ અને નયન સાદિક નામના ડોક્ટરોના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. આ કેસમાં બ્લાસ્ટ કરનાર બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી […]

અટારી ડ્રગ્સ કેસમાં NIAએ વધુ એક આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હીઃ અટારીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં એનઆઈએની ટીમ દ્વારા સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દિલ્હીમાંથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેના રિમાન્ડ મેળવાની […]

રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં ‘NIA’એ બે આતંકીઓને ઝડપ્યાં

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા નજીકથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. 1 માર્ચના રોજ બેંગલુરુના એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓની ઓળખ મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મદીન તાહા તરીકે થઈ છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં […]

બંગાળ: ફરી એકવાર NIAએની ટીમ ઉપર હુમલો, બ્લાસ્ટના કેસમાં આરોપીની ધરપકડ કરવા ટીમ ગઈ હતી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી ઉપર હુમલાની ઘટનાને ત્રણ મહિના બાદ ફરી એકવાર એનઆઈએની ટીમ ઉપર હુમલાની ઘટના બની છે. પૂર્વ મિદનાપુરમાં ભૂપતિનગરમાં અજાણઅયા શખ્સોએ તપાસનીશ એજન્સીના વાહન ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનને ભારે નુકશાન થયું છે. એનઆઈએની ટીમ એક મામલે ભૂપતનગર બ્લાસ્ટમાં કેન્દ્રીય સુરક્ષાદળ સાથે એક આરોપીને ઝડપી લેવા માટે ગઈ હતી […]

મૌન રહેવું આરોપીનો મૂળભૂત હક: એનઆઈએને ઠપકો આપીને હાઈકોર્ટે કસ્ટડી વધારવાનો કર્યો ઈન્કાર

હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં કહ્યું છે કે કોઈપણ આરોપીની કેવી પણ પૂછપરછ હોય અથવા તપાસના મામલામાં ચુપ રહેવાનો અધિકાર બંધારણ હેઠળ સુરક્ષિત તેનો એક મૂળબૂત અધિકાર છે. તેની સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે તપાસ એજન્સી આ કારણથી અન્ય અરજી આપીને આરોપીની કસ્ટડી વધારવાની માગણી કરી શકે નહીં. કોર્ટે એક મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન […]

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના મહાનિર્દેશક તરીકે IPS સદાનંદ વસંતની નિમણુંક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોટા વહીવટી ફેરબદલમાં, IPS અધિકારી સદાનંદ વસંતને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત IPS પિયુષ આનંદને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડીજી બનાવવામાં આવ્યા છે. બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા આ નિમણૂકો સંબંધિત એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. IPS રાજીવ કુમાર શર્માને […]

આસામથી ઝડપાયો ISISનો ઈન્ડિયા ચીફ, ચૂંટણીમાં આતંક ફેલાવવાનો હતો બદઈરાદો

ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં […]

પુણેઃ ISIS મોડ્યુલ કેસમાં NIAએ 11 આરોપીઓની સ્થાવર મિલકતો કરી જપ્ત

મુંબઈઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મહારાષ્ટ્રના પુણેમાં ISIS મોડ્યુલ કેસમાં 11 આરોપીઓની ચાર સ્થાવર મિલકતો ‘આતંકવાદની કાર્યવાહી’ તરીકે જપ્ત કરી છે. NIAએ કહ્યું કે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) ફેબ્રિકેશન અને તેની ટ્રેનિંગ અને આતંકવાદી કૃત્યોના પ્લાનિંગ માટે થઈ રહ્યો છે. પુણેના કોંધવામાં અટેચ કરેલી મિલકતો ત્રણ ફરાર સહિત 11 આરોપીઓ સાથે જોડાયેલી છે. […]

આતંકવાદ સામેની તડાઈ વધારે વેગવંતી બનાવાઈ, ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદ સામે લડવા ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમ અને NIA શાખાઓ શરૂ કરી. દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ડિઝાઇન કરાયેલી ડિજિટલ ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (CCMS)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કોચીમાં NIAની 2 નવી શાખા કચેરીઓ અને રાયપુરમાં રહેણાંક સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. શાહે એક મોબાઈલ એપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code