ટીબી-વિરોધી દવાઓની કોઈ અછત નથી, પુરતો જથ્થો ઉપલબ્ધઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ ભારતમાં ટીબી વિરોધી દવાઓની અછતનો આરોપ લગાવતા અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ આ પ્રકારની દવાઓની અસરકારકતા પર સવાલ ઉઠાવતા કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે. સ્ટોકમાં ટીબી-વિરોધી દવાઓની ઉપલબ્ધતા વિશે કોઈ ચોક્કસ માહિતી વિના, આવા અહેવાલો અસ્પષ્ટ અને ખોટી રીતે માહિતી આપનારા છે. ડ્રગ સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસની સારવારમાં 4 એફડીસી (ઇસોનિયાઝિડ, રીફામ્પિસિન, એથામ્બુટોલ […]