1. Home
  2. Tag "north india"

ઉત્તરભારતની જનતાને ગરમીમાંથી હાલ નહીં મેળે રાહત, હીટવેવનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

નવી દિલ્હી: દેશનો મોટા ભાગનો વિસ્તાર આકરી ગરમીથી ત્રસ્ત છે. લોકો જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે ગરમ પવનનો માર સહન કરવો પડે છે. એટલું જ નહીં બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કાળઝાળ […]

ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહીમામ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગરમીથી પ્રજા બેહાલ થઈ ગઈ છે અને હજી પણ અહીં રાહતના કોઈ અણસાર નથી. બિહારના બકસરમાં દેશનું સૌથી વધુ તાપમાન 47. 2 ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો પંજાબના ભટીંડામાં પણ 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્લીમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે […]

ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. રાજસ્થાનના ચાર જીલ્લાઓમાં ભીષણ ગરમીમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યની સરકારી હોસ્પિટલના દરેક ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં તાપમાન સતત બીજા દિવસે 48 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં મોટા […]

દેશમાં પ્રથમવાર આ બે શહેરો વચ્ચે ઉડશે એરટેક્સી, 33 Kmનું અંતર માત્ર 7 મિનિટમાં કપાશે

નવી દિલ્હીઃ દેશમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠી છે. જો કે, તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગુરુગ્રામ વચ્ચે પણ ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મલળે છે. સામાન્ય રીતે દિલ્હીથી ગુરુગ્રામનું અંતર લગભગ એક કલાકનું છે પરંતુ ટ્રાફિકના કારણે 3 કલાક જેટલો સમય લાગે છે. જો કે, […]

ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

નવી દિલ્હીઃ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવના કારણે જનજીવનને અસર થઈ છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, […]

ગુજરાત સહિતના રાજ્યોમાં જૂન સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનો ગરમાવો વધ્યો છે. બીજી તરફ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારત સહિતના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો બને તેવી શકયતા છે. બીજી તરફ બેંગ્લોર સહિતના શહેરોમાં ઉનાળાના ગરમીમાં પાણીની સમસ્યા વધારે વિકટ બની છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી જૂન […]

નૈનીતાલમાં મુસાફરો ભરેલુ વાહન ખીણમાં ખાબક્યું, આઠ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ નૈનીતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચકોટ મોટર રોડ પર મોડી રાત્રે લગભગ એક પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. નૈનીતાલ નજીક ઉંડી […]

ઉત્તર ભારતઃ દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ

નવી દિલ્હીઃ પહાડો પર પડી રહેલા વરસાદ અને બરફની અસર આખરે રાષ્ટ્રીય રાજધાનીમાં જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં રાત્રે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 21 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમી હિમાલય […]

ઉત્તરભારતમાં હિમ વર્ષાને પગલે બરફની ચાદર છવાઈ, જનજીવન ખોરવાયું

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં હિમ વર્ષા પડી રહ્યો છે જેના કારણે અનેક શહેરો અને નગરોમાં જનજવન ખોરવાયું છે. હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા અને વરસાદને પગલે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 475 રસ્તાઓ બંધ થયાં છે. જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો. પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code