1. Home
  2. Tag "north india"

ઉ.ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે, દ.ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી

પંજાબના કેટલાક ભાગમાં ધુમ્મસ છવાશે લક્ષદીપમાં પણ હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ઉત્તરભારતની સાથે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં ધુમ્મસથી ચાદર છવાવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હિમ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં શિલ લહેરનું મોજુ ફરી વળવાની શક્યતા છે. […]

શું તમારે હિમવર્ષાનો આનંદ માણવો છે? તો ઉત્તર ભારતના આ સ્થળો પર પહોંચી જાવ

ભારતમાં ઠંડી જગ્યા પર ફરવા વાળા લોકોને વર્ગ પણ મોટી સંખ્યામાં છે, મોટાભાગના લોકોને ઠંડી જગ્યાઓ પર ફરવાનું પસંદ હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તર ભારતમાં આવેલા આ સ્થળોની તો આ જગ્યાઓ પર તો હિમ વર્ષા પણ જોવા મળે છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં આવે તવાંગની તો, તવાંગ […]

દિલ્હીમાં વધી ઠંડી,ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો,આ રાજ્યોમાં વરસાદની શક્યતા

દિલ્હી: અડધો ડિસેમ્બર વીતી ગયા બાદ આખરે  રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. આ સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સાંજ પડતાં જ ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે. આ સાથે ધુમ્મસ […]

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો […]

દેશના અનેક રાજ્યમાં ધોધમાર વરસાદ, 25 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસુ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસુ સક્રિય બન્યું હોવાથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને મુંબઈ સહિત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આગામી બે દિવસમાં મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારે […]

ઉત્તર ભારતમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જમ્મુ-કાશ્મીરમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

ભૂકંપની તીવ્રતા 5થી વધારેની નોંધાઈ જાનહાનીની હજુ કોઈ ઘટના સામે નથી આવી ભૂકંપના આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડ્યાં નવી દિલ્હીઃ ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન દેશમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમ્મુ-કાશ્મીરમાં […]

ચોમાસું 48 કલાકમાં ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા,ઉત્તર ભારતમાં એક સપ્તાહ પછી આપશે દસ્તક

દિલ્હી : કેરળમાં દસ્તક આપ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે કેરળના દરિયાકાંઠે એક સપ્તાહ મોડું પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે […]

સમગ્ર ઉત્તરભારતમાં ઠંડીનું જોર – દિલ્હી સહીત કેટલીક જગ્યાઓએ આજે વરસાદની સંભાવના

ઉત્તરભારતમાં ઠંડીનો કહેર યથાવત દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની આજે સંભાવના દિલ્હીઃ- હાલ દેશભરમાં ભારે ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે ખાસ કરીને હિમાચલ અને જમ્મુંમાં થતી બરફ વર્ષાની અસર મેદાની વિસ્તાર દિલ્હી, પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં જોવા મળી છે,સમગ્ર ઉત્તરભારત હાલ ઠંડીની ઝપેટમાં છે આ વિસ્તારો હાલ શીતલહેરનો સામનો કરી રહ્યા છે ત્યારે શીતલહેરની સ્થિતિ વચ્ચે […]

ઉત્તર ભારતમાં ફરી બદલાશે હવામાન,ઠંડી સાથે ધુમ્મસની આગાહી!  

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં ઠંડીથી રાહત મળી છે.જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હીમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 14 થી 16 જાન્યુઆરીની વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગની માહિતી અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, […]

ઉત્તર ભારતમાં શીતલહેર, ઠંડીનો પારો ગગડ્યો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં શીતલહેર ફરી વળી છે. હવામાન વિભાગે આવનાર દિવસોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જિનામણીએ કહ્યું છે કે રાજસ્થાનમાં શીતલહેર ચાલુ રહેશે. દિલ્લીમાં આવતીકાલથી તાપમાન નીચું જવાની અને શીતલહેર રહેવાની સંભાવના વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code