ગુજરાતમાં પરવાનેદાર હથિયારધારકોને ઓલ ઈન્ડિયા પરમિટ નહીં અપાય
ગાંધીનગરઃ રાજ્યમાં પરવાનાવાળા હથિયાર ધારકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ઘણા લોકો પોતાના શોક અને સમાજમાં રૂઆબ જમાવવા માટે યેનકેન પ્રકારે લાયસન્સ મેળવીને હથિયારો રાખતા હોય છે. હવે રાજ્યમાં રિવોલ્વર સહિતના હથિયારનો પરવાનો મેળવવા માગતા લોકોને અથવા ગુજરાતમાં હથિયારનો પરવાનો ધરાવનાર ધારકોને ઓલ ઇન્ડિયા પરમિટ નહીં આપવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. […]