વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ જામનગરમાં પાર્ટીઓના બેનર્સ ન ઉતારાતા કોંગ્રેસે કર્યો વિરોધ
જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજકિય પક્ષો અને સરકારની યોજનાના પ્રચાર માટે લગાવેલા પોસ્ટર્સ, બેનર્સ વગેરે ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હજી પણ સરકારી હોર્ડિગ્સ જોવા મળી રહ્યા છે અને આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવ્યો નથી. વિધાનસભા 2022ની ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ […]